નવજીવન ન્યૂઝ. જોધપુર: રાજસ્થાનના જોધપુરમાં ગત સપ્તાહે એક 19 વર્ષીય મોડલે હોટલની છત પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને ગંભીર રીતે ઘાયલ મોડલને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મોડલનું નામ ગુનગુન ઉપાધ્યાય છે. ડૉક્ટરોનું કહેવું છે કે ખૂબ ઊંચાઈ પરથી પડી જવાને કારણે ગુનગુનની પાંસળીઓ અને પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. અત્યારે ગુનગુનની હાલત ખતરાની બહાર છે. હાલમાં તેમની મથુરાદાસ માથુર હોસ્પિટલના આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. મળેલી માહિતી મુજબ આ કેસ બ્લેકમેલિંગ અને હની ટ્રેપ સાથે જોડાયેલો છે. આ કેસની તપાસ કરી રહેલી જોધપુર પોલીસે એક યુવક અને એક યુવતીની પણ ધરપકડ કરી છે.
મોડેલ ગુનગુન ઉપાધ્યાય જોધપુરની રહેવાસી છે. તેના પિતા બિઝનેસમેન છે. 30 જાન્યુઆરી, રવિવારની સાંજે તે ઉદયપુરથી જોધપુર આવી હતી અને અહીંના રતનાડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલી હોટલ લોર્ડ ઇનમાં રોકાઈ હતી. પછી તેણે તેના પિતાને ફોન કર્યો અને કહ્યું, “પપ્પા, હું આત્મહત્યા કરવા જાઉં છું, ફક્ત મારું મોઢું જોઈ લેજો.” ત્યારબાદ ગુનગુનના પિતા ગણેશ ઉપાધ્યાયે જોધપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. ફોન નંબરના આધારે એસીપી દેવાવરસિંહે ગુનગુનનું લોકેશન ટ્રેસ કરી ઘટના સ્થળે દોડી ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો ગુનગુનને હોટલના છઠ્ઠા માળેથી છલાંગ લગાવી દીધી હતી.
આ કેસની તપાસ કરી રહેલી પોલીસ ટીમના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો મોડેલ ગુનગુન ઉપાધ્યાયને બ્લેકમેલ કરવા માંગતા હતા અને તેનો ઉપયોગ હનીટ્રેપમાં કેબિનેટ મંત્રી રામલાલ જાટને ફસાવવા માટે કરવા માંગતા હતા. આ માટે બ્લેકમેઈલર લોકો ગુનગુનને પણ ભીલવાડા લઈ ગયા હતા, પરંતુ ગુનગૂને આ કામ કરવાની ના પાડી દીધી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ત્યારથી ગુનગુન સતત પરેશાન થતી હતી, જેના કારણે તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ સમગ્ર મામલાના મુખ્ય સૂત્રધાર અક્ષત શર્મા અને દીપાલી છે, બંને ભીલવાડાના રહેવાસી છે, જેમની ધરપકડ કરવામાં આવી છે.
જોધપુર પૂર્વના ડીસીપી ભુવન ભૂષણ યાદવે જણાવ્યું હતું કે, “આરોપીઓ પાસે ગુનગુનના કેટલાક વાંધાજનક ફોટા અને વીડિયો હતા, જેના આધારે તેમને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા હતા. અક્ષત શર્માની અગાઉ પણ આવા જ એક બ્લેકમેલ કેસમાં ધરપકડ કરવામાં આવી છે, તે સમયે તેણે જયપુરમાં એક ડોક્ટરને બ્લેકમેલ કર્યો હતો. અક્ષતે ગુનગુનને મોડેલિંગ માટે ઉદયપુર બોલાવી હતી, થોડા સમય માટે ગુનગુને ત્યાં મોડલિંગ પણ કર્યું હતું, નવેમ્બરમાં તેની તબિયત લથડી હતી, તેથી તે જોધપુર પાછી આવી હતી. ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં દીપાલીએ તેને ફોન કરીને કહ્યું હતું કે જો તું પાછી નહીં આવે તો તારા કેટલાક વાંધાજનક વીડિયો જે અમે બનાવ્યા હતા તે વાયરલ કરી દઇશું.”
ડીડીપી ભુવન ભૂષણે વધુમાં જણાવ્યુ હતું કે, “નારાજ થઈને ગુનગુન 20 જાન્યુઆરીએ ઉદયપુર ગઈ હતી, જ્યાંથી 28 જાન્યુઆરીએ અક્ષત, દીપાલી અને ઝીલ નામની અન્ય એક યુવતી તેને ભીલવાડા લઈ ગઈ હતી. ભીલવાડામાં, ગુનગુનને કહેવામાં આવ્યું હતું કે તમારે મંત્રી પાસે એક કામ કરાવવું પડશે. આ માટે ત્રણેય આરોપીઓએ ગુનગુનને મંત્રી પાસે મોકલી હતી પરંતુ ગુનગૂને આવું કરવાનો ઇનકાર કરી દીધો હતો. તે ભીલવાડાથી ઉદેપુર પરત ફરી હતી. આ પછી અક્ષત અને દીપાલી તેમને વધુ પરેશાન કરવા લાગ્યા.”
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્યારબાદ ગુનગૂને તેના પિતાને ફોન પર સમસ્યા વિશે જણાવ્યું હતું અને તેને ઉદયપુરથી જોધપુર પાછા આવવાનું કહ્યું હતું. 30 જાન્યુઆરીએ ગુનગુન ઉદયપુરથી નીકળી હતી, પરંતુ જોધપુર પહોંચ્યા બાદ તે ઘરે જવાને બદલે સીધી હોટલ લોર્ડ-ઇન ગઇ હતી અને થોડા કલાકો બાદ તે જગ્યાની છત પરથી કૂદી ગઇ હતી. ગુનગુનના પરિવારજનોએ આરોપી સામે કેસ નોંધ્યો છે, જેના આધારે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












