Friday, May 1, 2026
HomeGeneralરાજસ્થાનમાં કોરોનાની નવી ગાઈડલાઇન્સ: 'રેલીઓ, મેળાઓ, લગ્નો પર પ્રતિબંધ, મંદિરોમાં ફૂલ અને...

રાજસ્થાનમાં કોરોનાની નવી ગાઈડલાઇન્સ: ‘રેલીઓ, મેળાઓ, લગ્નો પર પ્રતિબંધ, મંદિરોમાં ફૂલ અને પ્રસાદ પર પ્રતિબંધ’,

- Advertisement -

નવજીવન.જયપુર: રાજસ્થાન સરકારે કોરોનાવાયરસના વધતા જતા કેસોને રોકવા માટે રાજ્યમાં રાજકીય અને અન્ય રેલીઓ, ધરણાં, મેળાઓ અને લગ્નોમાં હાજરી આપનારા લોકોની સંખ્યા 100 નક્કી કરી છે. અને રાજધાની જયપુરમાં શાળાઓમાંથી ધોરણ 1 થી 8 બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રવિવારના રોજ મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં કોવિડ સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.ગૃહ વિભાગ દ્વારા જાહેર કરેલી ગાઈડલાઇન્સ અનુસાર, જયપુરમાં ધોરણ 1 થી 8 સુધીની શાળાઓ 3 થી 9 જાન્યુઆરી સુધી બંધ રહેશે. જ્યારે અન્ય નિયંત્રણો સમગ્ર રાજસ્થાનમાં 7 જાન્યુઆરીએ સવારે 5 વાગ્યાથી લાગુ થશે.

- Advertisement -

ગાઈડલાઇન્સ અનુસાર, લગ્ન સમારોહ, રાજકીય, સામાજિક અથવા શૈક્ષણિક સભાઓ અને સરઘસો, ધરણાં, મેળાઓમાં વધુમાં વધુ 100 લોકોને મંજૂરી આપવામાં આવશે. આવી કોઈ પણ ઈવેન્ટનું આયોજન કરતા પહેલા તેના વિશેની માહિતી DoIT વેબ પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.

રાજસ્થાન સરકારની નવી ગાઈડલાઇન્સ અનુસાર, વિદેશથી આવતા લોકોને એરપોર્ટ કોવિડ ટીમ દ્વારા RT-PCR ટેસ્ટ કરાવવું ફરજિયાત રહેશે. RTPCR ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી પેસેન્જરને સાત દિવસ સુધી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવશે. રાજસ્થાન આવતા સ્થાનિક પ્રવાસીઓ પાસે વેક્સિનના બંને ડોઝના પ્રમાણપત્ર અથવા RT-PCR નેગેટિવ રિપોર્ટ 72 કલાકથી વધુ જૂના ન હોવા જોઈએ. જયપુર ગ્રેટર અને જયપુર હેરિટેજ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં ધોરણ 1 થી 8 ની પ્રવૃત્તિઓ 3 થી 9 જાન્યુઆરી સુધી બંધ રહેશે. અન્ય જિલ્લાઓમાં શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ સાથે ચર્ચા કરીને કલેક્ટર શાળાઓ અંગે નિર્ણય લેશે.



- Advertisement -

અન્ય વર્ગો અને કોચિંગ સંસ્થાઓના વિદ્યાર્થીઓએ શારીરિક વર્ગોમાં હાજરી આપવા માટે તેમના માતાપિતા અથવા વાલીઓની લેખિત સંમતિ આપવાની રહેશે. જે ઓફલાઈન ક્લાસમાં હાજરી આપવા માંગતા નથી તેમના પર દબાણ કરવામાં આવશે નહીં અને ઓનલાઈન ક્લાસ ચાલુ રહેશે.
લગ્ન સમારોહમાં વધુમાં વધુ 100 મહેમાનોને મંજૂરી આપવામાં આવશે. અંતિમ સંસ્કારમાં સામેલ થનારા લોકોની સંખ્યા 20 હશે.

ધાર્મિક સ્થળો પર ફૂલો અને પ્રસાદ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સરકારે તમામ વ્યાપારી સંસ્થાઓને 31 જાન્યુઆરી સુધીમાં તમામ કર્મચારીઓને વેક્સિનના બને ડોઝ લેવા માટે પણ નિર્દેશ આપ્યો છે. રાજ્યમાં રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાગુ રહેશે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular