Friday, June 19, 2026
HomeGujaratBhavnagarBhavnagar : સરકારી મેડિકલ કોલેજમાં તાલિબાની રેગિંગ કરી જુનિયર પાસે ખંડણી ઉઘરાવતા...

Bhavnagar : સરકારી મેડિકલ કોલેજમાં તાલિબાની રેગિંગ કરી જુનિયર પાસે ખંડણી ઉઘરાવતા 6 વિદ્યાર્થી તબીબ સસ્પેન્ડ

- Advertisement -

Six students suspended in Bhavnagar ragging case : ગુજરાતની મેડિકલ કોલેજોમાં અવારનવાર રેગિંગની ઘટનાઓ સામે આવે છે અને ફરિયાદો બાદ કાર્યવાહી થાય છે. ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગ તેમજ ખંડણીની ચોંકાવનારી ફરિયાદ (Complaint of ragging in Bhavnagar’s Government Medical College) થતાં એન્ટી રેગિંગ કમિટીએ તપાસ હાથ ધરી 6 સ્ટુડન્ટને સસ્પેન્ડ કરી દેવાયા છે. સસ્પેન્ડ કરાયેલા વિદ્યાર્થીઓને સર ટી. હૉસ્પિટલમાં પ્રવેશ પર પ્રતિબંધ (Sir T. Hospital Bhavnagar) ફરમાવ્યો છે તેમજ એકેડમી-ક્લિનિકલ પ્રવૃત્તિમાં ભાગ લેવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

તાલિબાની રેગિંગની ઘટના સામે આવતા સરકારી મેડિકલ કોલેજના સત્તાધીશો દોડતા થઈ ગયા છે. આ મામલે એન્ટી રેગિંગ કમિટી (Anti-Ragging Committee investigation) એ આક્ષેપિત તેમજ ભોગ બનનારા સ્ટુડન્ટની પૂછપરછ કરી લીધેલા નિવેદનો બાદ મધરાત્રિના 6 સિનિયર રેસીડન્ટ ડૉક્ટરને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. ડૉ. વિરેન્દ્રસિંહ જાડેજાને બે વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. ડૉ. પ્રવીણ વર્મા, ડૉ. અમન વર્મા અને ડૉ. વિશાલ ડાભીને 1 વર્ષ માટે તેમજ ડૉ. ધર્મેન્દ્ર દયાલ તથા ડૉ. જયંત દેવાનીને 6 મહિના માટે બરતરફ કરી દેવાયા છે. ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષના 13 વિદ્યાર્થીઓને મુર્ગા બનાવી ખંડણી વસૂલતા 6 સિનિયર વિદ્યાર્થીઓ સામે લાગેલા આરોપ તેમજ તેની તપાસ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular