Friday, May 1, 2026
HomeGeneralલિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે ઈશુદાન ગઢવીએ પોલીસ સ્ટેશનમાં હજાર થતા...

લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે ઈશુદાન ગઢવીએ પોલીસ સ્ટેશનમાં હજાર થતા પહેલા કહ્યું

- Advertisement -

નવજીવન. અમદાવાદ: ગજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળની હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના ગાંધીનગર સ્થિત કાર્યાલય કમલમ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ભાજપના માહિલા કાર્યકર્તા દ્વારા આપ નેતા ઈશુદાન ગઢવી ઉપર દારૂ પીને છેડતી કરવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. તે પછી કરાયેલા રિપોર્ટમાં દારુ પીધો હોવાનું સામે આવતા ઈશુદાન સામે ગાંધીનગરમાં ફરિયાદ દાખલ થઈ ત્યારથી ભારે રાજકીય ગરમાવો આવી ગયો હતો. આ મામલે આજે ઈશુદાને પોલીસ સામે હાજર થતાં પહેલા પત્રકાર પરિષદ સંબોધી હતી અને પોતે જીવનમાં ક્યારેય દારુ પીધો નથી તેમ જણાવ્યું હતું.

પેપર લીક મામલે કરાયેલા કમલમ પરના વિરોધ પ્રદર્શનને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને 12 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું. જોકે ઈશુદાન ગઢવી ઉપર દારૂ પીવાનો આક્ષેપ હોવાને લીધે જે તે સમયે તેમનો દારૂનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તેમનો પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ તેમને જામીન મળ્યાના બીજા જ દિવસે તેમનો દારૂનો FSL રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

- Advertisement -



આ રિપોર્ટને આમ આદમી પાર્ટીએ ખોટો ગણાવ્યો હતો અને આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયથી ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટલીયાએ પત્રકાર પરિષદને સંબોધી હતી. પત્રકાર પરિષદમાં દિલ્હીથી આવેલા નિષ્ણાંત વકીલ ઋષિકેશ કુમાર, ગુજરાત લીગલ સેલના અધ્યક્ષ પ્રણવ ઠક્કર અને ગુજરાત લીગલ ટીમના વકીલો હજાર રહ્યા હતા. પત્રકાર પરિષદમાં ગોપાલ ઇટલીયાએ જણાવ્યું હતું કે,” ઈશુદાન ગઢવીની વિરુદ્ધ જે ગંદી રાજનીતિ કરવામાં આવી અને છેડતી અને દારૂ પીવાની ખોટી ફરિયાદ કરવામાં આવી છે તેના અનુસંધાનમાં ઈશુદાન ગઢવી પોતાનો પક્ષ રજૂ કરી શકે તેના માટે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.”

ઈશુદાન ગઢવીએ પોતાનો પક્ષ રજૂ કરતા પત્રકારોને જણાવ્યું હતું કે, “ગુજરાતની જનતા સમક્ષ હું ખુલ્લા દિલથી આ વાત મુકવા માગું છું કે મેં જિંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી. તેમ છતાં મેં લિકર ટેસ્ટ કરાવ્યો અને પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો, બ્રેથ એનેલાઈઝરમાં પણ કોઈ પ્રકારનું આલ્કોહોલનું પ્રમાણ આવ્યું ન હતું અને સિવિલ હોસ્પિટલમાં જ્યારે ડોક્ટરે ચકાસણી કરી તે સમયે કોઈ પ્રકારની વાસ પણ આવતી નહોતી.”

- Advertisement -

આ ઉપરાંત તેમણે સરકાર સમક્ષ માગણી કરી હતી કે, “મારા લોહીનું પ્રાઇવેટ લેબમાં પરીક્ષણ કરવામાં આવે અને મેં જિંદગીમાં દારૂ પીધો નથી. સરકાર મારો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવે તો સત્ય સામે આવી જશે. જે મારા ચાહકો છે તેમને એવું ન થાય કે ઈશુદાન ગઢવી દારૂ પીવે છે હું માતાજીના સોગંદ ખાઈને કહું છું કે મેં જિંદગીમાં ક્યારેય દારૂ નથી પીધો. આ મને બદનામ કરવાનું ષડયંત્ર છે. અત્યારે દારૂ અને છેડતીની ફરિયાદ કરી છે આગામી સમયમાં ડ્રગ્સની ફરિયાદ કરશે. વિરોધ પક્ષનું કામ જ વિરોધ કરવાનું છે અને અમારી આખી જિંદગી અમે લડતાં રહીશું. હવે હું ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન હજાર થવા જઈ રહ્યો છું જ્યાં મારી સાથે મારી લીગલ ટીમ હજાર રહેશે.” તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે,” અત્યારે સુપર સીએમ સી આર પાટીલની સરકાર છે. ભાજપની સત્તા છે તો તેમના કહેવાથી જ મારો લિકર ટેસ્ટનો રિપોર્ટ બદલવામાં આવ્યો છે.”



દિલ્હીથી આવેલા વકીલ ઋષિકેશ કુમારે જણાવ્યા હતું કે,” લિકર રિપોર્ટમાં જે આલ્કોહોલનું પ્રમાણ આવ્યું છે તેમાં ઈશુદાન ગઢવી ઉપર કોઈ ગુનો બનતો નથી. ઈશુદાન ગઢવી પર ખોટા આરોપો કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં આલ્કોહોલની જે ટકાવારી બતાવવામાં આવી છે તે ખોટી રીતે દર્શાવવામાં આવી છે. કોઈ દવા લઈએ તો પણ આલ્કોહોલનું પ્રમાણ 0.5% આવી શકે છે. આલ્કોહોલ માત્ર દારૂ પીવાથી જ આવી શકે તે જરૂરી નથી. તેથી અમે માગણી કરી રહ્યા છે કે તેમનો ટેસ્ટ એવી જગ્યાએ કરવામાં આવે જ્યાં સરકારનો કોઈ હસ્તક્ષેપ ન થઈ શકે.”

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular