નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દેશમાં 5 વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ પણ જોરશોરથી શરૂ કરી દીધી છે. અગાઉ ચૂંટણીપંચ દ્વારા રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી (Rajasthan Assembly election 2023) માટે તારીખ પણ જાહેર કરી દેવામાં આવી હતી. પરંતુ રાજકીય પક્ષોએ કરેલી ચૂંટણીની તારીખ બદલવાની માગને લઈને ચૂંટણીપંચે (Election Commission of India) રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીની તારીખ બદલવાની સત્તાવાર જાહેરાત કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આગામી નવેમ્બરમાં 23 તારીખે વિધાનસભાની ચૂંટણી યોજવાની જાહેરાત ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી હતી. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીને લગતી તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ત્યારે 23 તારીખે દેવઉઠી અગિયારશ હોવાથી તે દિવસે લગ્નના અસંખ્ય મુહૂર્ત છે. રાજસ્થાનમાં 23 તારીખે લગ્નના અસંખ્ય મુહૂર્તને લઈને મતદાન પર અસર થવાની શક્યતાઓ હોવાથી તથા વાહન બાબતે પણ અગવડ ઊભી થાય તેમ હોવાથી રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીપંચને ચૂંટણી માટેની તારીખ બદલવા રજૂઆત કરવામાં આવી હતી. રાજકીય પક્ષોએ કરેલી રજૂઆતને ધ્યાને લઈ ચૂંટણીપંચે વધુમાં વધુ લોકો મતદાનમાં જોડાય તેવા આશયથી અગાઉ જાહેર કરેલી 23 નવેમ્બરની જગ્યાએ 25 નવેમ્બરે ચૂંટણી યોજવાની સત્તાવાર જાહેરાત કરી હતી.
જો કે, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની મત ગણતરી 3 ડિસેમ્બરે યોજવામાં આવશે તેમજ પરિણામ પણ તે જ દિવસે જાહેર કરવામાં આવશે તે પ્રકારની જાહેરાત ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








