Tuesday, March 17, 2026
HomeGujaratAhmedabadભારત-પાકિસ્તાન મેચની નકલી ટિકિટોનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાંચે ક્રિષ્ના ઝેરોક્ષ દુકાનમાંથી 108 ટિકિટો...

ભારત-પાકિસ્તાન મેચની નકલી ટિકિટોનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાંચે ક્રિષ્ના ઝેરોક્ષ દુકાનમાંથી 108 ટિકિટો જપ્ત કરી આરોપીઓને કર્યા જેલહવાલે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ભારતમાં વર્લ્ડકપ શરૂ થઈ ગયો છે. ભારત-પાકિસ્તાનની હાઇવોલ્ટેજ મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) રમાવાની છે. ભારત-પાકિસ્તાનની મેચને (India Vs Pak Match) લઈ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ રસિકો ટિકિટ મેળવવા માટે પડાપડી કરી રહ્યા છે, ત્યારે ટિકિટ અપાવવાના નામે કાળા બજાર કરતાં આરોપીઓની ધરપકડ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, 14 ઓક્ટોબરે શરૂ થઈ રહેલી ભારત-પાકિસ્તાનની મેચને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) દ્વારા બનાવટી ટિકિટ (Fake Tickets) અંગેની તપાસ કરવા ઝેરોક્ષની દુકાનોમાં રેડ કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાંચે અમદાવાદના બોડકદેવમાં આવેલી ક્રિષ્ના ઝેરોક્ષની દુકાનમાં રેડ પાડી હતી. ક્રાઈમ બ્રાંચે પાડેલી રેડ દરમિયાન ક્રિષ્ના ઝેરોક્ષની દુકાનમાંથી 108 જેટલી નકલી ટિકિટો મળી આવી હતી. સાથે જ ટિકિટ પ્રિન્ટ કરેલા 25 જેટલા પેજ પણ કબજે કર્યા છે. એક પેજમાંથી ત્રણ જેટલી ટિકિટો બનાવવામાં આવતી હતી. આ બનાવટી ટિકિટો વેચાય તે પહેલા જ ક્રાઈમ બ્રાંચે ડુપ્લિકેટ ટિકિટનું સ્કેન્ડલ ઝડપી પાડી ચાર આરોપીની ધરપકડ કરી છે.

- Advertisement -

અમદાવાદ પોલીસે ક્રિકેટ રસિકો માટે સોશિયલ મીડિયા પર બનાવટી ટિકિટોને લઈ ચેતવણી પણ આપી હતી. અમદાવાદ પોલીસે કહ્યું હતું કે, ક્રિકેટની ચાહત, જો જો બની ન જાય આફત તે સૂત્ર દ્વારા ક્રિકેટ ચાહકોને આ પ્રકારના છેતરબાજો દ્વારા દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી હતી. અમદાવાદ પોલીસ દ્વારા આ બાબતે સહાયતા માટે હેલ્પલાઈન નંબર 1930 અને ઈમરજન્સી હેલ્પલાઈન 100/112 પર જાણ કરવા પણ સૂચના આપવામાં આવી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular