નવજીવન ન્યૂઝ. અંબાજી: તાજેતરમાં શરૂ થયેલા અંબાજી મંદિરના (Ambaji Temple) પ્રસાદી બાબતનો વિવાદ (Prasad Controversy) હવે નવા સ્તરે પહોંચ્યો છે. ડ્રગ એન્ડ ફૂડ વિભાગની તપાસ દરમિયાન ઘીમાં ભેળસેળ હોવાનું સામે આવતા મોહિની કેટરર્સને કલેક્ટર દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. તેમજ ફૂડ વિભાગ દ્વારા 3000 કિલો જેટલું ઘી જપ્ત કરી લેવામાં આવ્યું હતું. ત્યારે હવે મોહિની કેટરર્સ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તથા નીલકંઠ ટ્રેડર્સ પર આરોપ લગાવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અંબાજી મંદિરમાં મોહનથાળનાં પ્રસાદને (Mohanthal Prasad) લઈને વિવાદ ઊભો થયો હતો. ઓગષ્ટ મહિનામાં ડ્રગ એન્ડ ફૂડ વિભાગ દ્વારા મોહનથાળનાં પ્રસાદ માટે ઉપયોગમાં લેવામાં આવતા ઘીની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ ભાદરવી પૂનમ આવતા અંબાજી મંદિરમાં 31 લાખ પેકેટ ભક્તોને આપવામાં આવ્યા હતા. બાદમાં થોડા જ દિવસમાં મોહનથાળ માટે ઉપયોગમાં લેવાયેલ ઘીમાં ભેળસેળ હોવાનું રિપોર્ટમાં સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. વિવાદને પગલે અંબાજી કલેકટર દ્વારા પ્રસાદ બનાવતી મોહિની કેટરર્સને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. તથા મોહિની કેટરર્સ પર કાર્યવાહી કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી હતી ત્યારે મોહિની કેટરર્સ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. મોહિની કેટરર્સ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં નીલકંઠ ટ્રેડર્સ પર આરોપ લગાવવામાં આવ્યા હતા. તથા વધુમાં મોહિની કેટરર્સ દ્વારા કહેવામાં આવ્યું કે, અમારી સાથે છેતરપીંડી થઈ છે. અમે બિલકુલ નિર્દોષ છીએ. નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે છેતરપીંડી કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. મોહિની કેટરર્સ દ્વારા જતીન શાહ સામે એફઆરઆઈ પણ નોંધાવવામાં આવી છે.
વધુમાં મોહિની કેટરર્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે, નીલકંઠ ટ્રેડર્સમાંથી મગાવેલું અમૂલનું ઘી સબ સ્ટાન્ડર્ડ છે, એ મોહિની કેટરર્સને ખબર નહોતી. મોહિની કેટરર્સે સીલ બંધ પેક ઘીનો જથ્થો મગાવ્યો હતો. 28 ઓગસ્ટે ફૂડ વિભાગની રૂટીન ચેકિંગની કામગીરી હતી અને જેમાં સાથ સહકાર આપ્યો હતો. ઘીની ડીલેવરી વિથ ઇન્સ્યોરન્સ હોય છે અને તેમાં 500થી 1000 રૂપિયાનો ફરક પડતો હોય છે. 6 માસ અગાઉ જે વિવાદ થયો હતો એ ટેન્ડરની મુદ્દત પૂરી થવાથી થયો હતો.
ખરીદેલા ઘીના તમામ બિલ અને જીએસટી બિલથી ખરીદેલું છે. સાબર ડેરી અને અમારી વચ્ચે કોઈ વ્યવહાર થયો નથી એટલે અમારી ઉપર ફરિયાદ કરી શકતા જ નથી. અમારે ઘીનો વ્યવહાર નીલકંઠ ટ્રેડર્સ સાથે થયો છે એટલે અમે એની ઉપર છેતરપિંડીની ફરિયાદ કરી છે. અંબાજીમાં અમે મોહનથાળનો પ્રસાદ બનાવતા હતા તે વખત અંબાજી મંદિરને ISOનું સર્ટિફિકેટ મંદિરને મળ્યું હતું. ગુજરાતમાં અનેક જગ્યાએ અમારા કામ ચાલે છે ક્યારેય ફૂડ વિભાગની કાર્યવાહીમાં અમારું નામ નથી આવ્યું. અમે જતીન શાહ સામે બદનક્ષીનો દાવો માંડવાની પણ તૈયારી કરી રહ્યા છીએ તેમ મોહઓની કેટરર્સ જણાવ્યું હતું.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








