નવજીવન નવીદિલ્હીઃ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ વિધાનસભા ચૂંટણીમાં હોકી સ્ટિક અને બોલ સાથે રાજકીય મેદાનમાં રમતા જોવા મળશે. વાસ્તવમાં, અમરિંદર સિંહ દ્વારા રચાયેલી નવી પંજાબ લોક કોંગ્રેસને હોકી સ્ટિક અને બોલનું ચૂંટણી ચિન્હ મળ્યું છે.
વિરોધ પક્ષના નેતાઓ તેમના ચૂંટણી ચિન્હની મજાક લેવાનું ચૂક્યા ન હતા. કોંગ્રેસ છોડ્યા બાદ અમરિન્દર સિંહે બીજેપી અને સુખવિંદર સિંહ ધીંડસાની પાર્ટી શિરોમણી અકાલી દળ-યુનાઈટેડ સાથે નવા ગઠબંધનની તૈયારી કરી છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રીએ પોતે ટ્વીટ કરીને માહિતી આપી છે કે તેમની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસને હોકી સ્ટિક અને બોલના રૂપમાં ચૂંટણી ચિન્હ મળ્યો છે.
When a novice get this as an election symbol. Trust him to score self goals! pic.twitter.com/G049BE8hWb
— Pargat Singh (@PargatSOfficial) January 10, 2022
ભારતીય હોકી ટીમના ખેલાડી અને પંજાબની કોંગ્રેસ સરકારમાં મંત્રી રહી ચૂકેલા પરગટ સિંહે પોતાના ચૂંટણી ચિન્હની મદદથી અમરિંદર સિંહ પર પ્રહારો કર્યા છે. પંજાબ સરકારના મંત્રી પરગટ સિંહે કહ્યું કે જ્યારે કોઈ શિખાઉ માણસને આવું ચૂંટણી ચિન્હ મળે તો સમજી લેવું કે સેલ્ફ ગોલ થાય તે નક્કી છે.
Happy to inform that Punjab Lok Congress has received it's Party Symbol – Hockey Stick and Ball.#Bas_Hun_Goal_Krna_Baki 🏑 pic.twitter.com/7nv0Nv0XNX
— Punjab Lok Congress (@plcpunjab) January 10, 2022
અગાઉ, એક ટ્વિટમાં પંજાબ લોક કોંગ્રેસએ કહ્યું હતું કે, “બસ હવે ગોલ કરનો બાકી છે” આ ટ્વિટ સાથે પાર્ટીનું ચૂંટણી ચિન્હ પણ બતાવવામાં આવ્યું છે. પંજાબમાં 14 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. જ્યારે 10 માર્ચે મતગણતરી થવાની છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












