Friday, September 4, 2026
HomeGeneralદક્ષિણ મુંબઈમાં મહાત્મા ગાંધીનું નિવાસસ્થાન બનશે હેરિટેજ ટૂરિઝમ

દક્ષિણ મુંબઈમાં મહાત્મા ગાંધીનું નિવાસસ્થાન બનશે હેરિટેજ ટૂરિઝમ

- Advertisement -

નવજીવન મુંબઈ: દક્ષિણ મુંબઈમાં આવેલું મણિ ભવન જે લાંબા સમયથી મહાત્મા ગાંધીનું નિવાસસ્થાન હતું, તેને હેરિટેજ ટુરિઝમ બનાવવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારે મણિ ભવન અને ઐતિહાસિક ઓગસ્ટ ક્રાંતિ મેદાનને હેરિટેજ ટુરિઝમ તરીકે વિકસાવવાનો નિર્ણય લીધો છે.


આ મામલે મહારાષ્ટ્ર પ્રવાસન વિભાગ અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની સંયુક્ત બેઠકમાં રાજ્યના પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરેએ આ યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. તેમણે કહ્યું કે અમે આ ઐતિહાસિક વારસાને સ્વતંત્રતા સંગ્રામની પ્રવૃત્તિઓ સાથે જોડી રહ્યા છીએ. આમાં સ્વતંત્રતા રોડ પણ બનાવવામાં આવશે. જ્યાં આસપાસના વિસ્તારને અલગ રંગ આપીને સ્વાતંત્ર્ય સેનાનીઓની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

- Advertisement -

આ સાથે ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં 20 કરોડના ખર્ચે સ્મારક પણ બનાવવામાં આવશે. આ સાથે અહીં આવનારા પ્રવાસીઓને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સામેલ લોકોના યોગદાનની માહિતી મળશે. મુંબઈના ગાંવદેવી વિસ્તારમાં લેબર્નમ માર્ગ પર સ્થિત મણિ ભવન 1917 થી 1934 સુધી મહાત્મા ગાંધીનું નિવાસસ્થાન હતું. મણિભવનથી રાષ્ટ્રપિતાએ અસહકાર ચળવળ, સત્યાગ્રહ ચળવળ, સ્વદેશી ચળવળ, ખાદી અને ખિલાફત ચળવળોની શરૂઆત કરી હતી.



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular