Friday, May 1, 2026
HomeGeneralAMCની શાળાના ધો. 6થી 8ના 5000 વિધાર્થીઓને મળશે સ્માર્ટફોન

AMCની શાળાના ધો. 6થી 8ના 5000 વિધાર્થીઓને મળશે સ્માર્ટફોન

- Advertisement -

નવજીવન અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ શાળાના ગરીબ વિધાર્થીઓ ઓનલાઈન શિક્ષણનો લાભ લઈ શકે તે માટે સ્કૂલ બોર્ડ 5 હજાર વિદ્યાર્થીઓને 10 હજારની કિંમતના સ્માર્ટ ફોન આપવાનો કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડે નિર્ણય કર્યો છે. સ્કૂલ બોર્ડ દ્વારા સર્વે કરવામાં આવતા 5 હજાર વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન શિક્ષણ મેળવવા માટે સ્માર્ટફોન કે અન્ય સુવિધા ન હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ગરીબ વિદ્યાર્થીઓ શાળાઓ બંધ હોવાથી સ્માર્ટફોન દ્વારા ઓનલાઇન શિક્ષણ મેળવી શકે તે માટે 5 હજાર વિદ્યાર્થીઓને સ્માર્ટફોન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલબોર્ડનું વર્ષ 2022-23ના શાસનાધિકારી એલ ડી દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલા રૂ. 887 કરોડના ડ્રાફટ અંદાજપત્રમાં આજે સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતા અને બોર્ડના સભ્યોએ સર્વાનુમતે રૂ. 6 કરોડનો વધારો સૂચવી રૂ. 893 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ભણશે અમદાવાદ, રમશે અમદાવાદ અને શીખશે અમદાવાદના નારા સાથે ટેકનોલોજીથી સજ્જ અનુપમ શાળાઓના નિર્માણ માટે જોગવાઈ કરવામાં આવી છે. 8 નવી અંગ્રેજી માધ્યમની શાળાઓ અને 6 અનુપમ મોડેલ શાળાઓ બનાવવામાં આવશે અને 23 નવી ગુજરાતી માધ્યમની શાળાઓ શરૂ કરવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે.

સ્કૂલોમાં મધ્યાહન ભોજન માટે શેડ બનાવવા પાછળ રૂ. 6 કરોડ, સ્વસ્થ બાળક તંદુરસ્ત બાળક પ્રોજેકટ શરૂ કરવા 10 લાખ, ફિટ ઇન્ડયા અંતર્ગત શાળાઓને રમતગમતના અત્યાધુનિક સાધનો આપવા માટે 4 કરોડ, ટેકનોલોજીથી સજ્જ અનુપમ શાળાઓના નિર્માણ માટે 35 કરોડ, શાળાઓના નામાકરણ અને મહાપુરુષોના પર્વની ઉજવણી માટે 50 લાખ, ફાયર સેફટી અને આરઓ સિસ્ટમ માટે 10 કરોડ, શાળાઓના મરામત માટે 31 કરોડનો ખર્ચ કરવામા આવશે.



વર્ષ 2022-23ના રજૂ કરેલા અંદાજપત્રમાં સરખેજ અને નવા વણઝરમાં પબ્લિક સ્કૂલ, ગોતા દેવનગર પબ્લિક સ્કૂલ, મણિનગર પબ્લિક સ્કૂલ, અસારવા પબ્લિક સ્કૂલ, ઘાટલોડિયા પ્રાથમિક શાળા નંબર 2 મોટેરા પબ્લિક સ્કૂલ અને જોધપુર પબ્લિક સ્કૂલ એમ કુલ 8 સ્કૂલો અંગ્રેજી માધ્યમની શરૂ કરશે.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular