નવજીવન ન્યૂઝ. અમદાવાદ: 22 મેને વિશ્વ બાયોડાઈવર્સિટી દિવસ (world biodiversity day) , એટલે જીવ સૃષ્ટિ વિવિધતા દિન તરીકે ઉજવવામાં આવે છે. દેશ અને રાજ્યમાં વિવિધ પ્રકારના વુક્ષ, છોડ, વેલા, વનસ્પતિ તેમજ પ્રાણીઓ, પક્ષીઓ અને જળસૃષ્ટિની જાતો આવેલી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે એટલે કે મનુષ્યોએ પ્રકૃતિને એટલું નુકશાન કર્યું છે કે આપની પાસે જેટલી જૈવ વિવિધતા છે તેમાંથી હવે ઘણી પ્રજાતિઓ નાશ થઈ છે અથવા તો નાશ થવાના આરે છે. ત્યારે વિશ્વ બાયોડાયવર્સિટી દિવસને લઈને ગઇકાલે ગુજરાત કોંગ્રેસનાં (Gujarat Congress) પ્રવકતા પાર્થિવરાજ કઠવાડિયાએ (Prithviraj Kathwadia) એક પત્રકાર પરિષદ કરી હતી, જેમાં તેમણે ગુજરાતની જૈવ વિવિધતાને નુકશાન પહોંચાડવાના આક્ષેપો ગુજરાત સરકાર (Gujarat Government) ઉપર કર્યા હતા.
પાર્થિવરાજ કઠવાડિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “આજે સરકારોની યોગ્ય પોલીસી અને જાળવણીના અભાવે ધણીખરી પ્રજાતી લુપ્ત થવાના આરે આવીને ઉભી રહી છે. માનવજાતની આવનારી પેઢી ધણી જાતોની જો યોગ્ય જાણવણી નહીં થાય તો ફક્ત ફોટો રૂપે જોશે તેવુ બનશે. કેન્દ્રના આકડા જોઇતો દેશમાં 73થી વધુ પ્રાણી, પક્ષીઓ, દરિયાઈ જીવો વિલુપ્ત થવાના આરે છે. જ્યારે ગુજરાત બાયોડાઈવર્સિટી બોર્ડ મુજબ 16થી વધુ વૃક્ષો, વેલાઓ, વનસ્પતિઓની પ્રજાતિ ખતરામાં છે અને 8થી વધુ પ્રાણી, પક્ષીઓ અને દરિયાઈ જીવો ખતરામાં છે. જીવ સૃષ્ટિની રક્ષા કરવી દેશના દરેક નાગરીકની ફરજ છે.”
તેમણે સરકારને સવાલ પુછતા જણાવ્યું હતું કે, “સરકાર જીવસૃષ્ટિ બચાવવા પ્રત્યે કેમ ઉદાસીન છે. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ જે ગત વર્ષે ફક્ત ચાર જ દેખાયા હતા. તે હવે રખરખાવના અભાવે હવે ન પણ દેખાય તેવુ પણ બને. ખડમોરણ અને મણતાવડી જેવા પક્ષીઓ પણ હવે આવનારી પેઢી જોઇ શકશે કે નહીં તે જ એક મોટો સવાલ છે. વનસ્પતીની જાતો જેવી કે સફેદ ખાખરો, સિમુલ ,દૂધ કુડી , કુકર, દુદલા, મીઠો ગૂગળ, કાયારીવેલ, પલાસ વેલ અને માર્ચ પાંડો પણ હવે વિલુપ્ત થાય તેવી સ્થિતિ નિમાર્ણ પામી છે.”
વધુમાં પાર્થિવરાજ કઠવાડિયાએ સરકાર પાસે જીવસૃષ્ટિના રક્ષણ માટે કાયદા અને વિશેષ પેકેજની માગણી કરી હતી અને ભુતકાળમાં ક્રોગ્રેસ સરકારે ટાઇગર અને વન સંરક્ષણના કાયદા લાવી જીવસૃષ્ટિને જેમ બચાવી તેમ વર્તમાન સરકારે પણ કરવું જોઇએ તેમ માગ કરી હતી.”
‘ઈનપુટ: તોફિક ઘાંચી’
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








