Saturday, October 31, 2026
HomeNationalબેંગલોરના ફાઈવ સ્ટાર હોટલના સ્વિમિંગ પૂલમાં ઉતર્યો કરંટ, 2 વિદેશી નાગરિકોની દર્દનાક...

બેંગલોરના ફાઈવ સ્ટાર હોટલના સ્વિમિંગ પૂલમાં ઉતર્યો કરંટ, 2 વિદેશી નાગરિકોની દર્દનાક મોત

- Advertisement -

Conrad Hotel Bangalore 5 Star swiming pool insident: બેંગલુરુની એક ફાઇવ સ્ટાર હોટલમાં શુક્રવાર સાંજે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. હલાસુરુ વિસ્તારમાં આવેલી કોનરાડ હોટલના સ્વિમિંગ પૂલમાં કરંટ ઉતરતાં બે વિદેશી નાગરિકોના કરૂણ મોત થયા હતા. મૃતકોમાં એક જર્મની અને બીજો સ્લોવાકિયાનો નાગરિક હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, બંને વિદેશી નાગરિકો હોટલના ત્રીજા માળે આવેલા સ્વિમિંગ પૂલમાં ગયા હતા. તે સમયે પૂલના પાણીમાં પહેલેથી જ કરંટ ઉતરેલો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કરંટ લાગતાં બંને વિદેશી નાગરિકોના મોત થયા હતા.

- Advertisement -

બંને વિદેશી નાગરિકોને બચાવવાનો પ્રયાસ કરનાર અમેરિકન નાગરિક મેથ્યુ ડેસેન્ટિસ અને ભારતીય પૂલ એટેન્ડન્ટ રાહુલ તિવારી પણ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. બંનેને સારવાર માટે બેંગલુરુની મણિપાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેઓ ખતરાની બહાર હોવાનું જણાવાયું છે.

અકસ્માતનો ભોગ બનેલો જર્મન નાગરિક કથિત રીતે લુફ્થાંસા એરલાઇન્સનો ક્રૂ મેમ્બર હતો. વિદેશી નાગરિકોને કરંટ લાગ્યા બાદ તેમને બચાવવા માટે ત્યાં હાજર લોકો તેમની તરફ દોડી ગયા હતા, પરંતુ બચાવ કામગીરી દરમિયાન વધુ બે લોકો પણ ઘાયલ થયા હતા.

આ ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સ્વિમિંગ પૂલના પાણીમાં કરંટ કેવી રીતે આવ્યો અને આ ગંભીર બેદરકારી માટે કોણ જવાબદાર છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular