નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં (Ahmedabad) ગત 20મી જુલાઇના રોજ ઇસ્કોન બ્રિજ પર એક ગોઝારો અકસ્માત (Iskcon Bridge Accident) સર્જાયો હતો. જેમાં 9 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. આ અકસ્માત સરજનારો તથ્ય પટેલ હાલ જેલ છે, સાથે જ અકસ્માત બાદ ઘટનાસ્થળે જઈને લોકોને ધમકવવા મામલે તથ્ય પટેલના (Tathya Patel) પિતાની પણ પોલીસે ધરપકડ કરી છે અને તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે, ત્યારે હવે જેલમાંથી બહાર આવવા માટે તથ્યના પિતા પ્રગ્નેશ પટેલે જમીન માટે કોર્ટ સમક્ષ નવું કારણ રજૂ કર્યું છે. તેમણે કોર્ટને જણાવ્યું છે કે તેમને કેન્સરની સારવાર માટે મુંબઈ જવાનું હોવાથી જમીન આપવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ તેમની જમીન અરજી નામંજૂર થયા બાદ હવે ફરી નવા કારણ સાથે તેમણે જમીન અરજી કરી છે, જેમાં તેમણે કેન્સરની સારવાર માટે મુંબઈ જવાનું હોવાનું કારણ આપ્યું છે. જેની સામે દલીલ કરતાં સરકારી વકીલે જણાવ્યું હતું કે, 2019 બાદ તેમની કોઈ પણ પ્રકારની સારવાર ચાલી રહી નથી. પોલીસે જણાવ્યું હતું કે જો કેન્સરની સારવાર જ કરવી હોય તો તે અમદાવાદ સિવિલના કેન્સર સર્જન દ્વારા પણ કરવી શકાય છે. સરકારી વકીલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી તેમણે આ બીમારી અંગે કોઈ વાત કરી ન હતી. હાલ કોર્ટે 19 ઓગસ્ટ સુધી આ જમીન અરજી પર સુનાવણી મુલતવી રાખી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રગ્નેશ પટેલ જેલમાંથી બહાર આવવા માટે તલપાપડ થઈ રહ્યા છે, જેના કારણે વારંવાર નવા નવા કારણો આપીને જમીન અરજી કરી રહ્યા છે. તેમણે કોર્ટને જણાવ્યું છે કે, તેમને કેન્સરની સારવાર માટે મુંબઈ જવું જરૂરી છે. જો સમયસર સારવાર નહીં કરવામાં આવે તો તેમનું કેન્સર બીજા સ્ટેજમાં પહોંચી જશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








