Friday, May 1, 2026
HomeGeneral"યુનિફોર્મ પહેરીને આ ભૂલ ન કરો..." RRU કોન્વોકેશનમાં PM મોદીએ પાઠ ભણાવ્યો

“યુનિફોર્મ પહેરીને આ ભૂલ ન કરો…” RRU કોન્વોકેશનમાં PM મોદીએ પાઠ ભણાવ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાતના બીજા દિવસે ગાંધીનગરમાં રોડ શો યોજ્યો હતો. ત્યારબાદ નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી(રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી)ના પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી અને આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. પદવીદાન સમારંભમાં બોલતા પીએમે કહ્યું કે જ્યારે ન્યાયપ્રણાલી સમયસર સજા આપી શકે છે, ત્યારે જ ગુનેગારોની અંદર ડર રહે છે.



પદવીદાન સમારંભને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આઝાદી પછી આપણા દેશની કાયદો અને વ્યવસ્થાને સુધારવા પર કામ થવું જોઈતું હતું પરંતુ દુર્ભાગ્યે આપણે પાછળ રહી ગયા. “આજે પણ સામાન્ય લોકો પોલીસથી દૂર રહેવા માંગે છે. આપણા દેશમાં આવા માનવબળને સુરક્ષાના ક્ષેત્રમાં લાવવું જરૂરી છે, જે સામાન્ય માનવીના મનમાં મિત્રતા, વિશ્વાસનો અનુભવ કરી શકે.”

પ્રધાનમંત્રીએ યુનિવર્સિટીમાંથી પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને નૈતિકતાનો પાઠ ભણાવતા કહ્યું હતું કે, યુનિફોર્મ પહેરીને ક્યારેય દાદાગીરી ન કરવી જોઈએ. પીએમે કહ્યું કે, યુનિફોર્મ પહેરવાથી માનવતા પ્રત્યે તમારી જવાબદારીઓ વધે છે.



પીએમે નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી પહોંચીને સંબોધનમા કહ્યું હતું કે, “અહીં આવવું મારા માટે ખાસ અવસર છે. આ યુનિવર્સિટીઓ, જેઓ દેશભરમાં સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે, તેમના માટે ચોક્કસપણે મહત્વપૂર્ણ છે. આજના દિવસે આ ભૂમિ પરથી મીઠાના સત્યાગ્રહ માટેની દાંડી યાત્રા નીકળી હતી. ગાંધીજીની આગેવાની હેઠળ અંગ્રેજોના અન્યાય સામેની ચળવળે બ્રિટિશ શાસનને આપણે ભારતીયોની સામૂહિક તાકાતનો અહેસાસ કરાવ્યો હતો. લોકશાહી વ્યવસ્થામાં પ્રજાના અભિપ્રાયને સર્વોપરી ગણવો, સમાજમાં વૈમનસ્ય રાખનારાઓ સાથે કડક નીતિ અને સમાજ સાથે નરમ નીતિ અપનાવવી, આપણે આ મૂળભૂત મંત્ર સાથે આવી વ્યવસ્થા વિકસાવવી પડશે.”

આ સાથે જ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ યુનિવર્સિટીનો જન્મ 21મી સદીમાં સંરક્ષણ ક્ષેત્રમાં રહેલા પડકારોને ઝીલવા માટે થયો છે, આપણી સિસ્ટમનો પણ વિકાસ થવો જોઈએ અને એ વ્યવસ્થાઓને સંભાળતું વ્યક્તિત્વ વિકસિત થવું જોઈએ. ટેકનોલોજી એક મોટો પડકાર છે. જો કોઈ કુશળતા ન હોય, તો આપણે જે કરવું જોઈએ તે સમયસર કરી શકતા નથી. જે રીતે સાયબર સિક્યોરિટીના મુદ્દા સામે આવે છે, જે રીતે ક્રાઇમમાં ટેક્નોલોજી વધી રહી છે, તેવી જ રીતે ટેક્નોલોજી પણ ગુનાખોરી ઘટાડવામાં ખૂબ મદદરૂપ બની રહી છે.”

- Advertisement -

સતત બીજા દિવસે નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં આ સતત બીજો રોડ શો હતો. શુક્રવારે તેમણે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગરમાં ભાજપના મુખ્યાલય ‘કમલમ’ સુધી રોડ શો યોજ્યો હતો. આ બંને રોડ શોને ડિસેમ્બરમાં મોદી દ્વારા સૂચિત ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તેમની પાર્ટીના પ્રચારની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યા છે. સાંજે તેઓ ‘ખેલ મહાકુંભ’નું ઉદ્ઘાટન કરશે અને સૂત્રો દ્વારા તેવું જાણવા મળ્યું છે કે પ્રધાનમંત્રીએ આજે સાંજે ઇન્દિરા બ્રિજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી ત્રીજો રોડ શો યોજી શકે છે.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular