Thursday, July 2, 2026
HomeGeneralનરેન્દ્ર મોદીના ચાલુ ભાષણે સરપંચોએ ચાલતી પકડી: જગદીશ ઠાકોરે વીડિયો સાથે કહ્યું

નરેન્દ્ર મોદીના ચાલુ ભાષણે સરપંચોએ ચાલતી પકડી: જગદીશ ઠાકોરે વીડિયો સાથે કહ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: હાલમાં નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર છે તે દરમિયાન તેમણે જીએમડીસી ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે સરપંચો અને ચૂંટાયેલા સભ્યોને સંબોધન કર્યું હતું. આ સંદર્ભે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરતા કહ્યું કે સરપંચોએ મોદીના ચાલુ ભાષણે ચાલતી પકડી હતી.



જગદીશ ઠાકોરે પોસ્ટ કરેલા વીડિયોમાં વડાપ્રધાન મોદીના ભાષણ દરમિયાન કેટલાક લોકો સભા છોડી જતા હોય તેવું જોઈ શકાય છે. જગદીશ ઠાકોર એ લખ્યું કે ભાજપ સરકારના જુઠાણા હવે નહીં સાંભળે ગુજરાત! સરપંચો મોદીના ચાલુ ભાષણે સભા છોડી ચાલતા થયા.



વીડિયો પોસ્ટ થયાના ગણતરીની મિનિટોમાં આ વીડિયોને લોકો લાઈક અને શેર ભરપૂર માત્રામાં કરી રહ્યા છે આ વીડિયોમાં જોઇ શકાય છે કે કેટલાક લોકો સભા છોડી પરત ફરી રહ્યા છે અને વીડિયોના અવાજમાં વડાપ્રધાન મોદીનું સંબોધન ચાલતું હોય તેવું સાંભળી શકાય છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular