નવજીવન ન્યૂઝ. સુરત: દેશમાં મહામારી સમયથી ઓનલાઈન ગેમિંગ તરફ યુવાનો વધારે આકર્ષિત થયા છે. જો કે ઓનલાઈન ગેમિંગના કારણે અત્યારે સુધી અનેક આત્મહત્યાના બનાવ સામે આવ્યા છે. ત્યારે સુરતમાં 14 દિવસની બાળકીના પિતાને ઓનલાઈન ગેમિંગમાં દેવું થઈ જતાં જીવન ટૂંકાવ્યું હતું.
માહિતી અનુસાર, સુરતના અડાજણ વિસ્તારમાં સુદા આવાસમાં રહેતો સાગર ત્રિકાંડી પરિવાર સાથે રહી વડોદરાની કંપનીમાં નોકરી કરી પરિવારને આર્થિક રૂપે મદદ કરતો હતો. 14 દિવસ અગાઉ જ તેની પત્ની ગર્ભવતી હોવાથી વડોદરા ખાતે લઈ ગયો હતો જ્યાં તેની પત્નીએ બાળકીને જન્મ આપ્યો હતો. ગઇકાલે રાતે સાગરએ ગળે ફાંસો ખાઈને જીવનટૂંકાવી દેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. સમગ્ર બાબતે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ કરતાં એક સ્યુસાઇટ નોટ મળી આવી હતી.
સ્યુસાઇટમાં લખેલું હતું કે હું સાગર ત્રિકાંડે મારી જાતે આત્મહત્યા કરૂ છુ. મારા પર કોઈ જોર જબરદસ્તી નથી. મે મારા જીવનની એટલી મોટી ભૂલ કરી છે કે કઈ કરી શકતો નથી. હું ઓનલાઈન કેસીનોમાં 30 લાખ રૂપિયાનું દેવું કરી બેઠો છું એટલે હું આત્મહત્યા કરૂ છું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












