નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ આગામી 11મી અને 12મી તારીખે દેશના પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કેટલીક કાર્યક્રમોને લગતી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે 11મી તારીખે દિલ્હીથી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ગુજરાત આવશે ત્યારે અમદાવાદ એરપોર્ટથી કમલમ્ ગાંધીનગર ખાતે રોડ શો કરી લોકોનું અભિવાદન જીલતા જીલતા આવશે અને આ કાર્યક્રમમાં 4 લાખ જેટલા લોકો જોડાશે.
ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું કે, ભાજપ પ્રદેશ કાર્યાલય સુધી રોડ શો વડાપ્રધાન કરવાના છે. કોરોના પછી આ અહીંનો સૌથી મોટો રોડશો છે જેમાં 4 લાખ લોકો રોડ શોમાં જોડાશે. પીએમ મોદીના પ્રવાસને લઈને ભારે ઉત્સાહ છે. સરપંચો સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. ખેલમહાકુંભમાં 1100 કલાકારો કરશે લાઈવ પર્ફોમન્સ, સ્ટેડિયમ ખાતેના ઉદ્ઘાટનમાં ભૂતકાળમાં ન થયું હોય તેવું થશે.
તેમણે કહ્યું કે, મારુ ગામ મારું ગુજરાત અંતર્ગત સરપંચો અને ચૂંટાયેલા 1.38 લાખ જેટલા સભ્યો સાથે નરેન્દ્ર મોદીનો સરપંચ સંવાદ યોજાશે, સરપંચથી સાંસદ સુધીના ગુજરાતના ચૂંટાયેલા સભ્યો સરકારના પંચાયતના કાર્યક્રમમાં હાજર રહેશે અને તેમને નરેન્દ્ર મોદી માર્ગદર્શન આપશે. બીજા દિવસે ખેલમહાકુંભનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં 1100 જેટલા કલાકારો લાઈવ પર્ફોમન્સ કરશે. આજ દિવસ સુધી ન થયું હોય તેવો સ્ટેડિયમ ખાતે કાર્યક્રમ થશે. આમ બે દિવસનો કાર્યક્રમ પ્રધાનમંત્રીનો છે. રોડ શોમાં આખા ગુજરાતમાંથી ભાજપના કાર્યકરો નેતાઓ જોડાશે. લોકોનો ઉત્સાહ અને લોકપ્રિયતા આ કાર્યક્રમમાં જોવા મળશે તેવી અમને આશા છે.
![]() |
![]() |
![]() |











