Wednesday, July 1, 2026
HomeGeneralયુક્રેનના ખેડૂતે ફરી ટ્રેક્ટરથી રશિયાનું ટેન્ક ખેંચી ગયો, જાણો કેવી અજમાવી ટ્રીક

યુક્રેનના ખેડૂતે ફરી ટ્રેક્ટરથી રશિયાનું ટેન્ક ખેંચી ગયો, જાણો કેવી અજમાવી ટ્રીક

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ ગત દિવસોમાં યુક્રેનથી એક વીડિયો આવ્યો હતો જેમાં એક ખેડૂત પોતાના ટ્રેક્ટર સાથે રશિયાનું ટેન્ક બાંધીને ખેંચી લઈ જતો જોવા મળે છે. આ ઘટના જેવી જ એક વધુ એક ઘટના સામે આવી છે. ખેડૂતના આ કારનામા પર સોશિયલ માડિયા પર ખેડૂતના ભરી ભરીને વખાણ થઈ રહ્યા છે તો તેના કામ પર તાલીઓ પડી રહી છે. તેમાં પણ એક ખેડૂત રશિયન ટેન્કને ખેંચી જતાં જોવા મળતા લોકો ફરી કુતુહલ વશ તે વીડિયોને જોઈ રહ્યા છે.

તેનો વીડિયો ટ્વીટર પર વાયરલ થઈ રહ્યો છે, એવું કહેવાઈ રહ્યું છે કે John Deere Brigade એ આ ટેન્કની ચોરી કરી હતી. આ ટી-80યુ ટેન્ક હતું, તેના વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ટ્રેક્ટરના પાછળ ટેન્ક બાંધેલી છે અને તે તેને ખેંચીને લઈ જઈ રહ્યો છે. વીડિયોમાં ટેન્કના ઉપર એક શખ્સ પણ બેસાડેલો જોવા મળી રહ્યો છે. જોકે આ વાતની સ્પષ્ટતા નથી થઈ રહી કે આ ટેન્ક રુસનું છે કે નહીં. આ વીડિયોને યુક્રેઈન વેપન્સ ટ્રેકર દ્વારા પોતાના ટ્વીટર પર શે કરાયો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ ઘટનાને 4 લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે.



આ પહેલા પણ એક વીડિયો સામે આવ્યો હતો, યુક્રેનના ઓસ્ટ્રીયામાં રાજદૂત ઓલેંડર સચોર્બએ તેને ટ્વીટ કરીને કહ્યું હતું. તે ટ્રેક્ટરના પાછળ એક ટેન્ક બાંધેલી હતી. આ શખ્સ ટ્રેક્ટરના સાથે દોડી પણ રહ્યો હતો તે તેના પર ચઢવાના પ્રયત્નો કરે છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે જો યોગ્ય છે તો એવું આ પહેલું ટેન્ક હશે જેને ખેડૂત ચોરી ગયા છે. માહિતી આપતા સુધી વીડિયોને 40 લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે.

- Advertisement -


- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular