Monday, April 20, 2026
HomeGujaratશિક્ષણના દાવા ઉઘાડા પડ્યા, જેતપુરના પીપળવામાં ધોરણ 1થી 8 વચ્ચે માત્ર 4...

શિક્ષણના દાવા ઉઘાડા પડ્યા, જેતપુરના પીપળવામાં ધોરણ 1થી 8 વચ્ચે માત્ર 4 શિક્ષકો

- Advertisement -

સુરેશ ભાલીયા (નવજીવન ન્યૂઝ.જેતપુર): રાજ્ય સરકાર દ્વારા ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની ગુલબાંગો ફૂંકવામાં આવે છે. પરંતુ શાળાની અંદર અભ્યાસ કરાવવા માટે શિક્ષકો જ ના હોય તો કેમ ભણશે ગુજરાત? રાજકોટ જિલ્લાના તાલુકાના પીપળવા ગામની શાળાની સ્થિતી પણ કંઈક આવી જ જોવા મળે છે.

રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમોમાં કરોડો રૂપિયાના ધુમાડા કરે છે. પરંતુ આ કાર્યક્રમ માત્રને માત્ર રાજનેતાઓના ફોટા પડાવવા માટે જ થતો હોય તેવી સ્થિતી જણાય છે. કારણ કે રાજ્યની કેટલીય શાળામાં શિક્ષકોની અને ઓરડાની ઘટ છે. ત્યારે જેતપુરના પીપળવાની પ્રાથમિક શાળામાં તો ધોરણ 1 થી 8 ના 120 જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 4 શિક્ષકો જ છે. આ સ્થિતીમાં એખ સાથે ત્રણ ધોરણના વિદ્યાર્થીઓને સાથે બેસાડવામાં આવે છે. આમ 4 શિક્ષકો વચ્ચે ચાલતી શાળામાં વિદ્યાર્થીઓને કઈ રીતે ભણવું તે મુશ્કેલી સર્જાઈ છે.

- Advertisement -
Pipal Government School
PIPALVA PRIMARY SCHOOL

વળી અલગ-અલગ ધોરણના વિદ્યાર્થીઓ એક સાથે વર્ગખંડમાં બેસાડી અભ્યાસ કરાવવાનો હોય શિક્ષકોને પણ કેમ ભણાવવું તેવી મુશ્કેલી પડે છે. આમ સરકારની નિરસતાને કારણે પીપળવાના 120 જેટલા વિદ્યાર્થીના ભવિષ્ય અંધકારમયી બને તેવી સ્થિતી જોવા મળી રહી છે. ત્યારે સરકારના શિક્ષણ માટે સતર્ક અને સજાગ હોવાના દવા પોકળ હોય તેવું ફલીત થાય છે. જેના કારણે રોષે ભરાયેલા ગ્રામજનો દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે જો વહેલી તકે શાળામાં પુરતા શિક્ષકો નહીં મુકવામાં આવે તો ઉગ્રઆંદોલન કરવામાં આવશે.

આ પણ વાંચો: રાજકોટમાં કડકડતી ઠંડીમાં ધોરણ 8ની બાળકીના મોત મામલે શાળા પર ગંભીર આક્ષેપ કરતા વાલી

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular