Monday, February 17, 2025
HomeEntertainmentBollywoodફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ધાયલ, પાંસળીમાં ઈજા થતાં શ્વાસ લેવામાં તકલીફ

ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ધાયલ, પાંસળીમાં ઈજા થતાં શ્વાસ લેવામાં તકલીફ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘાયલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર જાણકારી આપતા કહ્યું કે, હૈદરાબાદ (Hyderabad) માં પ્રોજેક્ટ Kના શૂટિંગ (Project K Shooting)દરમિયાન એક્શન સીન શૂટ કરવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન તેમને ઈજા થઈ હતી. તેમને પાંસળીમાં ઈજા થઈ છે. અમિતાભ બચ્ચન ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘાયલ થતાં શૂટિંગ રદ્દ કરવામાં આવ્યું છે.

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું છે કે, ડોક્ટરની સલાહ લેવામાં આવી છે. હૈદરાબાદની AIG હોસ્પિટલમાં ચેકઅપ કરવામાં આવ્યું છે. હું ઘરે પાછો ફર્યો છું… ચાલવામાં ખૂબ પીડા થાય છે. સામાન્ય થવામાં થોડો સમય લાગશે. શરીરને હલન-ચલન કરવામાં મુશ્કેલી થઈ રહી છે, શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. દુખાવા માટે કેટલીક દવાઓ પણ આપવામાં આવી છે. જે પણ કામ કરવાનું હતું તે હાલ પૂરતું અટકાવી દેવામાં આવ્યું છે. સાજા થવા માટે થોડાં અઠવાડિયાંનો સમય લાગશે.

- Advertisement -

‘પ્રોજેક્ટ કે’ એક એક્શન ફિલ્મ છે. તેનું નિર્દેશન નાગ અશ્વિને કર્યું છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દિશા પટની મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની રિલીઝ ડેટ 12 જાન્યુઆરી, 2024 છે. આ એક એક્શન ફિલ્મ છે જેમાં એક એક્શન સીન શૂટ કરતી વખતે અમિતાભ બચ્ચન ઘાયલ થયા હતા. જોકે આવી ઘટનાઓ ઘણીવાર ફિલ્મોના સેટ પર બને છે. ફિલ્મના સેટ પર ફાઇટ સીન કે રોમાંચક સીનનું શૂટિંગ કરતી વખતે અકસ્માતો થાય એ નવી વાત નથી. નાના-મોટા અકસ્માતો તો થતા જ રહે છે, પરંતુ ઘણી વખત મોટા અકસ્માતો પણ બને છે જે આખી ફિલ્મ સાથે દુ:ખદ ઈતિહાસ તરીકે જોડાયેલા રહે છે.

મધર ઈન્ડિયાના સેટ પર લાગેલી આગની ઘટના હોય કે પછી કુલી ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઘાયલ થવાનો કિસ્સો હોય. આ ઘટનાઓએ આ ફિલ્મો સાથે ઈતિહાસનું એક નવું પૃષ્ઠ ઉમેર્યું. તે દરમિયાન અકસ્માતો થતા રહ્યા. હવે તમામ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે, તેમ છતાં અકસ્માતોનો સિલસિલો અટક્યો નથી. મોટા મેગા બજેટની ફિલ્મો અને મેગા સ્ટાર્સની ફિલ્મોના સેટ પરથી અકસ્માતના સમાચાર આવતા રહે છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular