નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ધિરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Krishna Shastri) આગામી સમયમાં ગુજરાતમાં આવે તે પહેલા જ અનેક વિવાદો શરૂ થઈ ગયા છે. ગુજરાતનું વાતાવરણ તો છેલ્લા કેટલાક સમયથી ગરમ જ છે, પરંતુ ધિરેન્દ્ર શાસ્ત્રીને લઈને હવે રાજકારણમાં પણ ગરમી જોવા મળી રહી છે. ગઇકાલે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress)નાં પ્રવક્તા મનીષ દોશી (Congress spokesperson Manish Doshi) એ ધિરેન્દ્ર શાસ્ત્રીને પડકારો ફેંક્યા હતા, જેના જવાબમાં આજે ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ ધિરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન કર્યું છે. ત્યારે હવે ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ પણ ધિરેન્દ્ર શાસ્ત્રીને લઈને નિવેદન આપ્યું છે અને ભાજપ પર પ્રહાર કર્યા છે.
શંકરસિંહ વાઘેલા (Shankersinh Vaghela)એ ભાજપ પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, “આગામી લોકસભાની ચૂંટણીને જોતાં ભાજપ ધર્મના નામે રાજકીય લાભ લેવા માટે બાબાના નામનો ઉપયોગ કરી રહી છે. ધિરેન્દ્ર શાસ્ત્રી ભાજપનું માર્કેટિંગ કરે છે. ધર્મના નામે ધતિંગ કરવા વાળા કોઈ ભૂખ્યા નથી મારતા, તકલીફ તો સામાન્ય પ્રજાને જ ભોગવવી પડે છે. ભાજપ રાજકીય લાભ લેવા માટે આવા ધર્મના નામે ધતિંગ કરતાં લોકોનો ઉપયોગ કરે છે. આ ધતિંગ બંધ થવા જોઈએ, આપણે વિજ્ઞાન યુગમાં જીવીએ છે. આજના સમયમાં આવા ધતિંગને કોઈ અવકાશ નથી.”
તેમણે વધુમાં કહ્યું કે, “આ ધર્મના નામે ધંતિગ કરવાનુ આખું આયોજન ભાજપનું છે. ભાજપ તુષ્ટિકરણની રાજનિતી કરી ‘કેરલા સ્ટોરી’ હોય કે પછી કર્ણાટકમાં બજરંગબલીના નામે વોટ માંગવાની વાત હોય તમામ પાસાઓમાં ભાજપ ધર્મને આગળ કરી રાજનિતી કરી રહી છે. ધર્મ અને રાજકારણ બંને અલગ-અલગ વસ્તુ છે.”
Tag: Bageshwar Dham Baba Dhirendra Shastri visit gujarat | Shankarsinh Vaghela
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








