વિજયસિંહ સોલંકી (નવજીવન ન્યૂઝ. પંચમહાલ): રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના ગંગાપૂરના એક યુવક મનોજ વ્યાસે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મળવાના ઉદ્દેશ સાથે ૧૨૦૦ કિમીની પદયાત્રાનો પ્રારંભ કર્યો છે. પોતાની પદયાત્રાને આગળ વધારતા પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવી પહોંચ્યો હતો. હાથમાં તિરંગા સાથે નીકળેલો આ યુવાન મુકેશ અંબાણી અને તેમના પરિવારનો મોટો ચાહક છે. ગંગાપુર વિસ્તારમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા રોજગારીની તકો ઉભી કરીને યુવાનોને રોજગાર પૂરો પાડે તે હેતૂ અને સંદેશા સાથે આટલી લાંબી પદયાત્રાનો પ્રારંભ કર્યો છે.
યુવાવર્ગ સામાન્ય રીતે કોઈ અભિનેતા કે નેતાનો ચાહક હોય તેવુ આપણે સાભળ્યુ હશે.પણ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના ગંગાપૂરના આ યુવક મનોજ વ્યાસ કોઈ નેતા કે અભિનેતાના નહી પણ દેશના ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના જબરા ચાહક છે.રાજસ્થાનના ભીલવાડા જિલ્લાનો રહેવાસી મનોજકુમાર વ્યાસ ગંગાપુરથી મૂંબઈ સૂધી ૧૨૦૦ કિલોમીટરની પદયાત્રા આરંભી છે.પંચમહાલ જિલ્લાના શહેરાનગર ખાતે મનોજ વ્યાસ આવી પહોચ્યો હતો.

હાથમાં તિરંગા સાથે નીકળેલો મનોજ વ્યાસ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો એટલો બધો ચાહક છેકે તેને મુકેશ અંબાણી,નીતા અંબાણી,કોકિલાબેન અંબાણી સહિતના ફોટા વાળી બનાવેલી એક ટીશર્ટ પહેરી છે. જેના પર એક જીવનની સફળતાનુ સુત્ર લખ્યું છે. “લોગો કી નિંદા સે પરેશાન હોકર અપના રાસ્તા ના બદલના ક્યોકિ સફલતા શર્મ સે નહીં સાહસ સે મિલતી હે” વધુમાં ટીશર્ટ પર મિલના હે સરજી મુકેશ અંબાણી ફેન મોનુ, તેમ લખ્યું છે. મક્કમ મનોબળ સાથે નીકળેલા યુવાનનો આત્મવિશ્વાસ જોઇને નગરજનોએ પણ તેના વિચારને વધાવ્યો હતો.
નવજીવન ન્યૂઝ સાથે વાતચીત કરતા મનોજ વ્યાસે જણાવ્યું હતું કે “અમારા વિસ્તારમાં કેટલાક ઔધોગિક ઉદ્યોગો બંધ છે. મુકેશ અંબાણીને મળીને અહીના યુવાનોને રોજગારીની તકો પુરી પાડવામા આવે તેવી રજૂઆત હું કરીશ. મુકેશ અંબાણી દ્વારા આ વિસ્તારમાં કંપનીઓ સ્થાપીને રોજગારીની તકો પુરી પાડે તેવી તેમની પાસેથી હું ઇચ્છા રાખી રહ્યો છૂં. દેશના આટલા મોટા ધનાઢ્ય અને વ્યસ્ત રહેતા ઉદ્યોગપતિ તને મળવાનો સમય આપશે ખરા ? તેવા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે મુકેશ અંબાણી મને જરૂર મળશે. મારી રજૂઆતને તે ચોકકસ સાંભળશે” ત્યારબાદ મનોજ મુંબઈ તરફ તેની પદયાત્રાને આગળ વધારી હતી.
![]() |
![]() |
![]() |











