Friday, April 17, 2026
HomeGujaratRajkotરાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ખરાબ, લૂંટની ઘટનામાં 3 સગીરો પણ ઝડપાયા

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી ખરાબ, લૂંટની ઘટનામાં 3 સગીરો પણ ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Crime News: રાજકોટ સહિત રાજ્યભરમાં ગુનાખોરીના (Crime) પ્રમાણમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં લૂંટ, હત્યા, ધાડ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપતા જાણે કે ગુનેગારોને પોલીસનો (Gujarat Police) ખૌફ રહ્યો જ ન હોય તેવી સ્થિતી જોવા મળે છે. ત્યારે રાજકોટથી વધુ એક લૂંટનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. આ લૂંટના બનાવમાં (Loot Case) નવી મોડસ ઓપરેન્ડી જોવા મળી છે જેમાં સગીર વયના બાળકોનો (Minors) પણ સમાવેશ કરાયો છે. જોકે લૂંટ ચલાવનાર લૂંટારો ભોગ બનનારાનો પૂર્વ કમર્ચારી જ નીકળ્યો છે.

ફરિયાદમાં જણાવ્યાં અનુસાર 25 માર્ચના રોજ રાત્રિ 10 વાગ્યાના અરસામાં વેપારી ઓફિસ પાસેથી પોતાની એકટિવામાં હિસાબના રોકડા 2 લાખ રૂપિયા જેટલી રકમ લઈ ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન તેના ઘર નજીક બે સગીર વયના બાળકો સાયકલ અથડાવવાનું નાટક કર્યું હતું અને વેપારીની આંખમાં મરચાની ભૂક્કી ઉડાવી રૂપિયા 2 લાખ રોકડા ભરેલી બેગ ઝૂંટવી નાસી છુટ્યા હતા. આ અંગે ભોગ બનનાર ફરિયાદીએ લૂંટ અંગેની ફરિયાદ મલાવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે કરી હતી. આ બનાવની જાણકારી મળતા જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તપાસમાં ઝૂંકાવ્યું હતું.

- Advertisement -

ક્રાઈમ બ્રાન્ચે ચકચારી લૂંટની ઘટનાનો કોયડો ઉકેલવા માટે સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજની મદદ લીધી હતી. જેના આધારે ગણતરીની કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચને લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. આ લૂંટની ઘટનામાં સંડોવાયેલા કુલ 9 આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. મહત્વની વાત છે કે આ ઘટનાના 3 આરોપીઓ સગીર વયના છે. જ્યારે આરોપી (1) લાલજી ઉર્ફે લાલો (2) દિવ્યેશ જીતેન્દ્ર વાવેશા (3) જયસુખ ભરત ઉધરેજા (4) મુસ્તાક ગફ્ફાર શાહમદાર (5) આર્યન રફીક શેતા (6) વિનોધ ધકમીશ ગેડાણી પુખ્ત વયના છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 1 લાખ 97 હજાર રોકડ અને એક મોપેડ અને મોબાઈલ ફોન કબ્જે કરી કાર્યવાહી કરી છે.

પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની આગવી ઢબે પુછપરછ કરતા ખુલાસો થયો હતો કે ફરિયાદીને લૂંટવાની માહિતી તેના પૂર્વ કર્મચારીએ જ આપી હતી. બાદમાં આરોપીઓએ વેપારીને લૂંટવા માટેનો કારસો ઘડ્યો હતો અને માણસોની ઘટ પડતા ત્રણ સગીર વયના આરોપીઓને પણ સાથે જોડ્યા હતા. આરોપીઓ લૂંટની ઘટનાને અંજામ આપતા પહેલા ફરિયાદીના ઓફિસથી ઘર સુધીના રૂટ પર રેકી પણ કરી હતી. બાદમાં જ્યારે વેપારી રોકડ રકમ લઈ ઘરે જવા નિકળ્યો કે તરત જ આરોપીઓ સક્રિય થયા અને લૂંટ માટે મરચાની ભૂકી સાથે લઈ કામે લાગી ગયા હતા. આરોપીઓએ ફરિયાદી ઘર પાસે પહોંચ્યો ત્યાં જ મોટરસાયકલ અથડાવવાનું નાટક કરી ફરિયાદી વેપારીને રોક્યો હતો. વેપારી રોકાતાની સાથે જ મરચાની ભૂંકી છાંટી તેની પાસે રહેલી રકમ લૂંટી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular