Monday, April 20, 2026
HomeGeneralલો...બોલો...: MLA ગેનીબેનને જનતા રેડ ભારે પડી, વાહન ચાલકે જ તેમની સામે...

લો…બોલો…: MLA ગેનીબેનને જનતા રેડ ભારે પડી, વાહન ચાલકે જ તેમની સામે અપહરણની કરી ફરિયાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ વાવના ધારાસભ્યે તાજેતરમાં દારુ ભરેલુ વાહન ઝડપી પાડયુ હતુ. પોતાના સમર્થકો સાથે રહીને જનતા રેડ કરી હતી. રાજસ્થાનથી ગુજરાતમાં લવાતા દારુનો પર્દાફાશ કર્યો હતો. જો કે વાહન ચાલકે ધારાસભ્ય સહીત અન્ય બે સામે અપહરણનો કેસ કર્યો છે.



બનાસકાંઠામાં ધૂળેટીની વહેલી સવારે વાવના ધારાસભ્યે ગેનીબેન ઠાકોરે જનતા રેડ કરી દારુ ભરેલા વાહનનો પર્દાફાશ કર્યો હતો. જે મામલો હવે ગરમાયો છે. દારૂ ભરેલા વાહન ચાલકે રાજસ્થાનના જાલોર જીલ્લાના સાંચોર તાલુકાના પાંચલા ગામના મનોજકુમાર રામલાલ રબારીએ ફરિયાદ નોંધાવી હતી​​​​ કે, જાંદલા ગામની સીમમાં કાર તેમજ બોલેરો અન્ય વાહન લઇને આવેલા પ્રધાનજી અને બલાજી સહિત 15 શખ્સોએ કારમાં અપહરણ કર્યુ હતુ. તેમજ મારામારી કરી ખિસ્સામાંથી રૂ.3300 અને દારૂની બોટલો લઇ ગયા હતા. ઉપરાંત દારૂની પેટી જમીન પર નાંખી ફોડી નાંખી હતી. વાહન ચાલકની ફરિયાદના આધારે દિયોદર પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાવ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન સમર્થનમાં હવે થરાદ એમએલએ ગુલાબસિહ રાજપૂત દિયોદર, એમએલએ શિવાભાઇ ભુરિયા તેમજ જિલ્લા કોંગ્રેસના અન્ય આગેવાનો પણ જોડાયા છે. આ જનતા રેડના આ મામલામાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે તેમના મત વિસ્તારમાંથી રાજસ્થાનથી ગુજરાતમાં ઘુસાડાતા નેટવર્કને ઝડપી પીકઅપ ચાલક આરોપીને દારૂ જથ્થા સાથે ઝડપી પોલીસને ઉંઘતી ઝડપી હતી.

- Advertisement -

ધારાસભ્ય ગેનીબેન પર દારૂની રેડને લઈ થયેલા આક્ષેપોને લઈ ગુજારાત કોગ્રેસના પ્રવક્તા મનિષ દોષીનુ નિવેદન આપતા જણાવ્યુ છે કે, રાજ્યનું ગૃહવિભાગ હપ્તારાજમાં ગળાડૂબ છે, કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન દ્વારા દારૂના વેપલાને રોકવા અનેક રજુઆત કરી હતી. પરંતુ પોલ ખુલી ન જાય તે માટે ગૃહ વિભાગે ફરિયાદીને જ આરોપી બનાવવાનો તખ્તો ઘડ્યો છે, ભાજપના સાંસદ અને રાજ્યના અનેક પોલીસ અધિકારીઓ પણ કબુલ્યું છે રાજ્યમાં દારૂ મળે છે, ગેનીબેન દ્વારા જે બુટલેગરને પકડ્યો છે તેની સામે પગલાં લેશો કે કેમ તે ગૃહમંત્રી જણાવે, ગુજરાતમાં અસામાજીક તત્વોને સરકારનો રાજકીય આશ્રય છે?


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular