નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં ધૂળેટીના બીજા દિવસે જગતપુર રેલ્વે ફાટક પાસે ખુલ્લા પ્લોટમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. જે જગ્યાએથી મૃતદેહ મળી આવ્યો હતો તે જગ્યાએ ત્રણ પોલીસ સ્ટેશનની હદ લાગતી હોવાથી ત્રણે પોલીસ સ્ટેશનના કર્મી ઘટના સ્થળે પહોંચ્યા હતા. સમગ્ર બાબતે સાબરમતી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મકાન ભાડાના અંગેની માથાકુટમાં મકાન માલિકની હત્યા કરવામાં આવી છે
પ્રાપ્ત વિગત અનુસાર, ચાંદખેડામાં આવેલી મહાવીર ગ્રીન સોસાયટીમાં રહેતા અમિતકુમાર સત્યાર્થી ઓએસ તરીકે રેલ્વેમાં ફરજ બજાવતા હતા. તેમના ભાડુઆત સત્યેન્દ્ર યાદવ દ્વારા કેટલાક સમયથી ભાડુ ન ચુકવવામાં આવતા બંને વચ્ચે બોલાચાલી થતી હતી. ધૂળેટીના દિવસે રાત્રે 11.30 વાગ્યે યાદવ તેમના ઘરે આવ્યો હતો અને સત્યાર્થીને પોતાની સાથે બહાર આવવા માટે કહ્યું હતું. ત્યારબાદ સત્યાર્થી ઘરે પરત ફર્યા નહોતા અને તેમનો મૃતદેહ બીજા દિવસે સવારે મળી આવ્યો હતો.
સમગ્ર બાબતે પોલીસને જાણ થતાં ત્રણ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો. ત્યારબાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે મૃતકની પત્નીના નિવેદન આધારે આરોપી સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લાશ જે જગ્યાએથી મળી તેનાથી માત્ર દોઢ કિમીના અંતરે જ તેમનું ઘર આવેલું છે. સત્યાર્થીને પથ્થર જેવા કોઈ બોથડ પદાર્થથી ઘા મારી ત્યારબાદ તિક્ષણ હથિયારના ઘા મારવામાં આવ્યા છે. હત્યાના બનાવ બાદ ભાડુઆત સત્યેન્દ્ર યાદવ પણ ઘરેથી ગાયબ છે ઉપરાંત તેનો ફોન સ્વિચઓફ આવી રહ્યો છે. આ હત્યા તેમના ભાડૂઆત દ્વારા જ કરવામાં આવી હોવાનું પ્રારંભીક ધોરણે સામે આવ્યું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












