Monday, August 10, 2026
HomeGujaratગુજરાતમાં કોરોના વિસ્ફોટ, હવે સાચવશો નહીં તો મરશો, જાણો તમારા શહેરમાં કેટલા...

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, હવે સાચવશો નહીં તો મરશો, જાણો તમારા શહેરમાં કેટલા કેસ

- Advertisement -

નવજીવન. ગાંઘીનગરઃ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોના કેસમાં ઉછાળો આવી આવી રહ્યો છે. જ્યારે આજે પણ ગુજરાતમાં 179 કેસ સામે આવ્યા છે. જે ગઈકાલ સુઘી 98 હતા. ઓમિક્રોન વેરિએન્ટની વાત કરીએ તો તેનો આંકડો પણ આજે 49 થયો છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, આણંદ અને રાજકોટમાં આજે કેસનો વઘારો જોવા મળ્યો છે.

ગુજરાતમાં આજે એક જ દિવસમાં 179 કેસ સામે આવ્યા છે. કેસનો આંકડો અંતયત ઝડપે રોજ બેવડાઈ રહ્યો છે. આજે સામે આવેલા કેસમાં અમદાવાદમાં 63, સુરતમાં 29, આણંદમાં 18, વડોદરા16, રાજકોટમાં 13, નવસારીમાં 5, બનાસકાંઠા અને ખેડામાં 4-4, જુનાગઢમાં 5 કચ્છ અને વલસાડમાં 3-3 કેસ નોંધાયા છે. જ્યારે ભરૂચ 2, ગાંધીનગર 3, જામનગરમાં 2 કેસ છે અને ગીર સોમનાથ, મહેસાણા, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા છે.

- Advertisement -

આ શહેરોમાં જુઓ ઓમિક્રોનના આંકડા

ગુજરાતમાં જ્યારથી ઓમિક્રોનનો પગ પેંસારો થયો છે ત્યારથી સતત તેના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આજે એક જ દિવસમાં ઓમિક્રોનના ગુજરાતમાં 49 કેસ છે. જેમાં વડોદરામાં 17, અમદાવાદમાં 11, ખેડામાં 6, આણંદમાં 4, જામનગરમાં 3, મહેસાણામાં 3, સુરતમાં 2, ગાંધીનગરમાં 1, રાજકોટમાં 2 કેસ નોંધાયા છે.

આજે બીજી બાજુ કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 34 છે અને આજે 81926 લોકોએ સાંજે 4 વાગ્યા સુધીમાં રસી લીધી છે. સરકારના જણાવ્યા અનુસાર રાજ્યમાં કુલ સાજા થવાનો દર 98.68 ટકા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular