નવજીવન.ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા છે. ઘણા લાંબા સમય પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને લાઈવ સંબોધી રહ્યા છે. વડાપ્રધાન દ્વારા આ સ્પિચમાં ઓમિક્રોનનો ઉલ્લેખ કરાયો છે અને તેના તકેદારીના પગલાની વાત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે લોકો હાલ ઓમિક્રોનથી ઘણા ચિંતિત છે ત્યારે તેમણે વાત કરી છે કે તમે ચિંતા ન કરો પરંતુ તકેદારી રાખો. 15 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકો માટે વેક્સીનેશન કરવામાં થશે
My address to the nation. https://t.co/dBQKvHXPtv
— Narendra Modi (@narendramodi) December 25, 2021
તેમણે કહ્યું કે દેશને સુરક્ષીત રાખવામાં કોરોના વોરિયર્સનું મોટું યોગદાન છે તેથી તકેદારીની દૃષ્ટીએ સરકારે નિર્ણય લીધો છે કે હેલ્થ કેર અને કોરોના વોરિયર્સને 10 જાન્યુઆરી 2022થી બુસ્ટર ડોઝ અપાશે. જેમની ઉંમર વધુ છે તેવા 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને તબીબની સલાહ સાથે ડોઝ અપાશે. આપણા તમામનો સાથ જ આપણને આ લડાઈમાં જીતાડશે.