Wednesday, June 24, 2026
HomeGujaratAhmedabadએકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર જ્વલનશીલ પ્રદાર્થ છાંટી હત્યાનો કર્યો પ્રયાસ

એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતી પર જ્વલનશીલ પ્રદાર્થ છાંટી હત્યાનો કર્યો પ્રયાસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં ફરી એકવાર એક તરફી પ્રેમમાં (one sided love) પાગલ યુવકે પ્રેમસબંધ રાખવાની ના પાડતા યુવતી પર જ્વલનશીલ પર્દાથ છાંટી સળગાવી નાખવાની ઘટના સામે આવી છે. અમદાવાદના (Ahmedabad) ચાણક્યપુરી વિસ્તારમાં યુવકના પ્રેમ પ્રસ્તાવને યુવતીએ ન સ્વીકારતા યુવક હિંસક બન્યો હતો અને મેડિકલ પર દવા લેવા ગયેલી યુવતી પર જવલનશીલ પર્દાથ છાંટ્યું હતું. આ બાબતે યુવતી સાથે રહેલી માતા વચ્ચે પડતા આરોપીએ યુવતીના માતા પર પણ જવલનશીલ પ્રદાર્થ છાંટી આગ ચાંપીને પોતે પણ સળગી જવાનો પ્રયાસો કર્યો હતો. તે દરમિયાન સ્થળ પર હાજર લોકોએ દાઝેલા લોકોને બચાવી તાત્કાલિક સારવાર માટે સોલાની સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. આ બાબતની જાણ સોલા હાઈકોર્ટ પોલીસને (Sola Police) થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોનું નિવેદન નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ચાણક્યપુરી વિસ્તારમાં રહેતો આરોપી ચંદ્રાકાંત ઠક્કર તેના વિસ્તારમાં રહેતી યુવતી કામિનીને એક તરફી પ્રેમમાં કરતો હતો. અવાર-નવાર જ્યારે કામિની વિસ્તારમાંથી નીકળે ત્યારે હેરાન કરી પીછો કરતો હતો. થોડા સમય પછી ચંદ્રકાંત ઠક્કર કામિનીને પ્રેમ સબંધ રાખવા દબાણ કરતો હતો. પરંતુ યુવતીએ પ્રેમ સંબધ રાખવાની ના પાડતા આરોપી ઉશ્કેરાયો હતો.

- Advertisement -

આજરોજ 10 વાગ્યાના અરસામાં કામીની તેમની માતા સાથે ઘરની નજીક આવેલા મેડિકલ સ્ટોર પાસે દવા લેવા ગયા હતા. આ દરમિયાન આરોપીએ કામિનીના મોઢા પર જવલનશીલ પ્રવાહી છાંટ્યું હતું. તે દરમિયાન યુવતીની માતા માલતીબેન વચ્ચે પાડતા તેમના પર પણ આરોપીએ જવલનશીલ પ્રવાહી છાંટી આંગ ચાંપી હતી. ત્યાર બાદ આરોપીએ પોતે પણ પોતાના શરીર આગ ચાંપી આત્મહત્યાનો પ્રયાસો કર્યો હતો. ઘટનાને લઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ત્રણેય લોકો પર ધાબાળા નાખી બચાવી લેવામાં આવ્યા હતા. દાઝી ગયેલા ત્રણે લોકોના તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની જાણ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશને થતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ બાબતે ફરિયાદીના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. હાલ ત્રણેય લોકોની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular