Sunday, September 6, 2026
HomeBusinessસોનામાં તેજીનો આંતરપ્રવાહ કોઈ નકારી નહીં શકે તે જળવાઈ રહેવાના સંયોગો

સોનામાં તેજીનો આંતરપ્રવાહ કોઈ નકારી નહીં શકે તે જળવાઈ રહેવાના સંયોગો

- Advertisement -

બુલિયન બજાર અત્યારે રિસ્ક ઓફ ટોન (જોખમી અંડરટોન) રોકાણ સ્થિતિમાં

વૈશ્વિક અર્થતંત્રોમાં પીછેહઠ થાય તો રોકાણકારો સલામત સ્વર્ગની શોધમાં સોના તરફ આકર્ષિત થાય

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): સોનું (Gold) આમ તો ડરનો વેપાર છે નહીં કે લાલચ. આ સપ્તાહે ઐતિહાસિક નવી ઊંચાઈ સ્થપાઈ, એનાલિસ્ટો કહે છે કે ભાવ હવે કેવી રૂખ અખત્યાર કરે છે તે જોવું રસપ્રદ થઈ પડશે. ૩ ડિસેમ્બરે સોનાના ભાવ થોડા સમય માટે, અગાઉ ક્યારેય જોવાયા ન હતા તેવા, પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ૨૧૩૫ ડોલરે મુકાયા, ગુરુવારે હાજર ભાવ ૨૦૨૮.૭૦ ડોલર અને ફેબ્રુઆરી વાયદો ૨૦૩૮.૫૦ ડોલર ક્વોટ થયા. સાપ્તાહિક કે દૈનિક ધોરણે ભાવની આગાહી કરવી આ તબક્કે મુશ્કેલ થઈ ગઈ છે. હવે પછી ભારે ઉછાળા આવશે અને સાથે વ્યાપક વેચાલી પણ જોવા મળશે, આ એક ટેકનિકલ ઘટના હશે. જો કે વર્તમાન તેજીનો આંતરપ્રવાહ કોઈ નકારી નહીં શકે, અને તે જળવાઈ રહેવાના સંયોગો પણ છે.

ભાવ વધી રહ્યા છે તે જોતાં રોકાણકારોનો લાંબાગાળાનો રસ જળવાઈ રહે તે સ્વાભાવિક છે. ગતવર્ષે સંયુક્ત રીતે જોઈએ તો ભાવની વાર્ષિક સરેરાશ ૧૮૦૦ ડોલર આવી હતી. આ વર્ષે તે ૧૯૫૦ ડોલર આવે તેવી સંભાવના છે. ૨૦૧૯માં ૧૩૯૨ ડોલરની સરેરાશ હતી, ચાર વર્ષની સરેરશ જોતાં સોનામાં ૪૦ ટકાનો ચોખ્ખો નફો પ્રાપ્ત થયો છે. પણ અહી પ્રશ્ન એ થાય છે કે સોનું કયા સુધી અને કેટલા લાંબા સમય સુધી વધતું રહેશે, શા માટે? આ માટે આપણને મૂળભૂત ફંડામેનટલ્સ જોવા સાથે ભાવ અહી સુધી કઈ રીતે પહોંચ્યા તે સમજવું પડશે.

- Advertisement -

પરંપરાગત રીતે સોનાને સલામત મૂડી રોકાણનું સ્વઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): સોનું આમ તો ડરનો વેપાર છે નહીં કે લાલચ. આ સપ્તાહે ઐતિહાસિક નવી ઊંચાઈ સ્થપાઈ, એનાલિસ્ટો કહે છે કે ભાવ હવે કેવી રૂખ અખત્યાર કરે છે તે જોવું રસપ્રદ થઈ પડશે. ૩ ડિસેમ્બરે સોનાના ભાવ થોડા સમય માટે, અગાઉ ક્યારેય જોવાયા ન હતા તેવા, પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ૨૧૩૫ ડોલરે મુકાયા, ગુરુવારે હાજર ભાવ ૨૦૨૮.૭૦ ડોલર અને ફેબ્રુઆરી વાયદો ૨૦૩૮.૫૦ ડોલર ક્વોટ થયા. સાપ્તાહિક કે દૈનિક ધોરણે ભાવની આગાહી કરવી આ તબક્કે મુશ્કેલ થઈ ગઈ છે. હવે પછી ભારે ઉછાળા આવશે અને સાથે વ્યાપક વેચાલી પણ જોવા મળશે, આ એક ટેકનિકલ ઘટના હશે. જો કે વર્તમાન તેજીનો આંતરપ્રવાહ કોઈ નકારી નહીં શકે, અને તે જળવાઈ રહેવાના સંયોગો પણ છે.

ભાવ વધી રહ્યા છે તે જોતાં રોકાણકારોનો લાંબાગાળાનો રસ જળવાઈ રહે તે સ્વાભાવિક છે. ગતવર્ષે સંયુક્ત રીતે જોઈએ તો ભાવની વાર્ષિક સરેરાશ ૧૮૦૦ ડોલર આવી હતી. આ વર્ષે તે ૧૯૫૦ ડોલર આવે તેવી સંભાવના છે. ૨૦૧૯માં ૧૩૯૨ ડોલરની સરેરાશ હતી, ચાર વર્ષની સરેરશ જોતાં સોનામાં ૪૦ ટકાનો ચોખ્ખો નફો પ્રાપ્ત થયો છે. પણ અહી પ્રશ્ન એ થાય છે કે સોનું કયા સુધી અને કેટલા લાંબા સમય સુધી વધતું રહેશે, શા માટે? આ માટે આપણને મૂળભૂત ફંડામેનટલ્સ જોવા સાથે ભાવ અહી સુધી કઈ રીતે પહોંચ્યા તે સમજવું પડશે.
ર્ગ અથવા સલામત રોકાણ માનવામાં છે. સામાન્ય રીતે એવું બને છે કે શેરબજાર જ્યારે મંદીના પ્રવાહમાં મુસાફરી કરતું હોય કે અર્થતંત્ર નબળું પડશે, તેવી અસ્ક્યામતમાં રોકાણ કરતાં રોકાણકારોને ખાતરી થવા લાગે, ત્યારે સોનું ખરીદ શક્તિ અથવા કરન્સીના મૂલ્યનું રક્ષણ કરવામાં સફળ અસ્ક્યામત ગણાય છે.

જો જાગતિક સેન્ટ્રલ બેન્કોની વ્યાજદર ઘટાડવાની મંછા, મજબૂત થાય તો ડોલર, અને બોન્ડ યીલ્ડ વધઘટને ધ્યાને લો તો તે સૂચવે છે કે બુલિયનબજાર અત્યારે રિસ્ક ઓફ ટોન (જોખમી અંડરટોન) સ્થિતિમાં છે. ગ્રોથ ટુ વેલ્યૂ (વિકાસ સાથે મૂલ્ય વૃધ્ધિ) અને હવે ઘટતા ડોલર મૂલ્ય સાથે વ્યાજદર નીચે જવાનો સિરસ્તો શરૂ થાય એ સાથે સોનાના ભાવમાં વધારો જેવા અનેક ફેરફારો હવે બજારમાં ઊભરી આવશે. બજારના આવા ડાયનેમિક લાંબા સમય પછી હું જોઈ રહ્યો છું, અને મને લાગે છે કે તે આગળ પણ જળવાઈ રહેશે.

- Advertisement -

છેલ્લા બે વર્ષથી આપણે ઊંચા વ્યાજદર, મજબૂત ડોલર, બોન્ડ યીલ્ડ વધવા અને શેરબજારમાં ઘટાડો જેવી ઘટનાઓ સાથે અનુકૂળ થઈ ગયા છીએ. શક્ય છે કે બદલાઇ રહેલી સ્થિતિમાં કોમોડિટી બજારના થોડી ચિંતાના સંકેતો મળે. રિસ્ક ઓફ ટ્રેડ અને સલામતીમાં સરણ લેવું એ જૂના સમયની વેપાર પદ્ધતિ છે. આવા સમયે લોકોની આવકોમાં વાસ્તવિક વધારો ના થતો હોય, બાંધકામ ઉધ્યોગમાં પણ નફો છૂટતો ના હોય, શેરબજારમાં પણ દેખાવ પૂરતો નફો દેખાતો હોય પણ તે વાસ્તવિક ના હોય, ત્યારે આવી રિસ્ક ઓફ સ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે.

રોકાણકારો હવે એવું માનતા થયા છે કે, અમેરિકન ફેડરલ રિઝર્વ હવે વ્યાજદર નહીં વધારે. માર્ચ ૨૦૨૪માં વ્યાજદર ઘટાડો કરશે તેથી ટ્રેડરો, વાયદાના વેપારમાં ૫૦ ટકા ભાવ ઘટાના અનુમાન સાથે વેપાર કરતાં થયા છે, એવું સેન્ટ્રલ બેન્કો પણ માની રહી છે. ૯૦ ટકા વાયદા વેપારીઓ એવું માની રહ્યા છે કે ડિસેમ્બરમાં ફેડરલ રિઝર્વ વ્યાજદર સ્થિર રાખશે.

ફેડરલ રિઝર્વ વ્યાજ વૃધ્ધિ યોજના અચોક્કસ જણાતા સોનાના ભાવમાં મોટી તેજી આવે તેવી સંભાવના ઓછી છે. જો વ્યાજદર ઊંચા રહે તો સોનામાં રોકાણ કારવાની તકો ઘટી શકે છે. પણ ભારત, ચીન, યુરોઝોન સહિતના વૈશ્વિક અર્થતંત્રોમાં પીછેહઠ થાય તો રોકાણકારો સલામત સ્વર્ગની શોધમાં સોના તરફ આકર્ષિત થઈ શકે છે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular