Saturday, May 23, 2026
HomeNationalયુનિફોર્મ સિવિલ કોડને લઈ રાજ્યસભામાં ખાનગી બિલ રજૂ થતા મચ્યો હોબાળો, શું...

યુનિફોર્મ સિવિલ કોડને લઈ રાજ્યસભામાં ખાનગી બિલ રજૂ થતા મચ્યો હોબાળો, શું થયો નિર્ણય વાંચો…

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હી: યુનિફોર્મ સિવિલ કોડને લઈ દેશભરમાં લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે તાજેતરમાં જ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પણ ભાજપે આ મુદ્દો ઉછાળ્યો હતો. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કરી હતી કે, રાજ્યમાં સમાન સીવીલ કોડ (Uniform Civil Code)ની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશશ્રીની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે. એવામાં હવે ગુજરાત ચૂંટણીમાં પ્રચંડ બહુમત બાદ રાજ્યસભામાં ભાજપના સાંસદ કિરોડીલાલ મીણાએ ખાનગી બિલ રજૂ કરતા ફરી આ મુદ્દો ગાજવા લાગ્યો છે.

ગતરોજ શુક્રવારે રાજ્યસભામાં હોબાળા વચ્ચે ભાજપ સાંસદ કિરોડલાલ મીણા દ્વારા ‘યુનિફોર્મ સિવિલ કોડ બિલ’ સંલગ્ન ખાનગી સદસ્ય બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલના કારણે રાજ્યસભા ગૃહમાં હોબાળો મચી ગયો હતો અને લાંબા હોબાળા બાદ સ્પિકરે આ બિલ પર મતદાન કરવા કહ્યું હતું. જેમાં આ બિલના પક્ષમાં 63 અને વિરોધમાં 23 મત પડ્યા હતા. જોકે વિપક્ષે આ બિલને રોકવા માટે રજૂઆતો કરી હીત પણ વિપક્ષની આ માગણી ફગાવી દેવાઈ હતી અને બિલ રજૂ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, દેશના ભાજપ શાસિત રાજ્યોમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈ તત્પરતા બતાવવામાં આવી રહી છે. સાથે જ મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોના મુખ્યમંત્રી સહિતના નેતાઓ જાહેરમાં પણ યુનિફોર્મ સિવિલ કોડને ખુલ્લું સમર્થન કરતા જોવા મળ્યા હતા. ઉપરાંત ભાજપનો આ મુખ્ય એજન્ડામાંનો એક એજન્ડા પણ છે. ભાજપે વર્ષ 1989થી જ લોકસભા ચૂંટણી સમયે પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દાને સ્થાન આપવાનું શરૂ કર્યું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular