Monday, June 1, 2026
HomeGujaratRajkotદારૂની બેગનો માલિક મળી ગયા બાદ હવે દારૂ લૂંટી નાસી ગયેલાઓની પણ...

દારૂની બેગનો માલિક મળી ગયા બાદ હવે દારૂ લૂંટી નાસી ગયેલાઓની પણ પોલીસ કરી રહી છે શોધખોળ: રાજકોટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.રાજકોટ: રાજ્યમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર છે ત્યારે રાજકોટમાં ગજબના કિસ્સાઓ સામે આવતા રહે છે. રાજકોટમાં ક્યારેક પોલીસ કર્મચારીઓ દારૂમાં સંડવાયેલા નિકળે તો ક્યારેક બુટલેગર પોલીસને પ્રામાણિકતાનું પ્રમાણપત્ર આપી ચર્ચામાં આવતા રહે છે. ત્યારે ગતરોજ બપોરના સમયે દારૂ ભરેલી બેગ મળતા લોકમાં દારૂ મેળવવા પડાપડી થઈ હતી. જેમાં દારૂની બેગનો માલિક શોધવામાં પોલીસને સફળતા મળી છે, જ્યારે દારૂ લઈ નાસી ગયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.

ઘટનાની વિગત એવી છે કે, ગતરોજ રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર દારૂ ભરેલી બેગ મળી આવી હતી. બેગ મળતા લોકોએ રીતસર દારૂની લૂંટ મચાવી હતી. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બાદમાં પોલીસે સતર્કતા દાખવી બેગનો માલિક શોધી કાઢતા ચોંકાવનારી માહિતી મળી હતી. જેમાં ખુલ્યું કે આ બેગ એસટી બસનો ડ્રાયવર કે જે રાજકોટ નાથદ્વારા રૂટ પર બસ ચલાવતો હતો તે રાજસ્થાનથી દારૂ ભરી લાવ્યો હતો. પરંતુ જ્યારે તે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે આ બેગ પડી ગયું હતું અને લોકોએ દારૂ ભરેલી બેગની ખબર પડતા જ લૂંટ મચાવી હતી.

- Advertisement -

આ મામલે રાજકોટ શહેરના એડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ કે. એન. ભુકણ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આ મામલે એસટીના 41 વર્ષીય ડ્રાયવર અલ્તાફ બોદુભાઈ હોથીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ બેગમાંથી દારૂ લઈને નાસી ગયેલા કેટલાક શખ્સોની પણ પોલીસ ઓળખ મેળવવા પ્રયાસ કરી ધરપકડ કરશે તેવી માહિતી મળી રહી છે. આ મામલાની તપાસમાં PI કે.એન. ભુકણ સહિત PSI જી.એન. વાઘેલા અને એ.એસ.આઈ. બી.વી ગોહિલ, એમ.વી. લુવા અને કોન્સ્ટેબલ જયરાજસિંહ કોટીલા, સાગરદાન દાતી, હરપાલસિંહ જાડેજા, જગદીશ વાંક, વિજયસિંહ ગોહિલ અને કેતનભાઈ બોરીચા જોડાયા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular