Sunday, April 19, 2026
HomeNational'રાષ્ટ્રીય પત્ની' વિવાદ: જ્યારે સોનિયા ગાંધીએ સ્મૃતિ ઈરાનીને કહ્યું, " Don't talk...

‘રાષ્ટ્રીય પત્ની’ વિવાદ: જ્યારે સોનિયા ગાંધીએ સ્મૃતિ ઈરાનીને કહ્યું, ” Don’t talk to me…”

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને ‘રાષ્ટ્રીય પત્ની’ કહ્યાને લઈને લોકસભામાં ભારે હોબાળા વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી ગૃહની બીજી બાજુ બીજેપી સાંસદ રમા દેવી પાસે ગયા હતા. અધિર રંજન ચૌધરીએ આ નિવેદન આપ્યું હતું. માફી માંગી, ત્યારે જ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ત્યાં પહોંચી ગયા અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા. ત્યારબાદ સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીએ સ્મૃતિ ઈરાનીને કહ્યું કે, મારી સાથે વાત ન કરો…

સૂત્રોના જણાવ્યા અનુસાર, બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી સ્થગિત કર્યા પછી ભાજપના સાંસદો “સોનિયા ગાંધી રાજીનામું આપો” ના નારા લગાવી રહ્યા હતા. તે સમયે સોનિયા ગાંધી ગૃહની બહાર જઈ રહ્યા હતા, પરંતુ સૂત્રોચ્ચાર વચ્ચે સોનિયા ગાંધી ભાજપ સાંસદ રમાદેવી પાસે પાછા ફર્યા અને કહ્યું કે અધીર રંજન ચૌધરીએ માફી માંગી લીધી છે. આ દરમિયાન જ્યારે સોનિયા ગાંધી વાત કરી રહ્યા હતા ત્યારે તેમની સાથે રવનીત સિંહ બિટ્ટુ અને ગૌરવ ગોગોઈ હતા.

- Advertisement -

સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીએ રમા દેવીને પૂછ્યું, “મારું નામ કેમ લેવામાં આવી રહ્યું છે…” ત્યારે સ્મૃતિ ઈરાની ત્યાં આવી અને કહ્યું, “મૅમ, મે આઈ હેલ્પ યુ… મેં તમારું નામ લીધું હતું…” પછી સોનિયા ગાંધી તેમને કહ્યું, “મારી સાથે વાત ન કરો…” તે પછી તરત જ બંને પક્ષના સાંસદો ત્યાં આવ્યા અને સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયા. ત્યારબાદ ગૌરવ ગોગોઈ અને સુપ્રિયા સુલેએ દરમિયાનગીરી કરી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular