પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): પત્રકારત્વ હવે વિશાળ બની રહ્યું છે, ઉપર અવકાશમાં અને પૃથ્વીની ઉપર ઘટતી તમામ ઘટનાઓ એક સમાચાર છે. ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટ અને ગાંધી વિચારના સંયુકત ઉપક્રમે અમદાવાદમાં નવજીવન ટ્રસ્ટ ખાતે પત્રકારત્વના એક નવા પ્રયોગનો પ્રારંભ કરવામાં આવ્યો છે, આમ તો નવજીવનનો પ્રારંભ 1919માં ગાંધીજી દ્વારા કરવામાં આવ્યો હતો, આમ હાલના તમામ પત્રકારોમાં ગાંધીજી સિનિયર પત્રકાર છે. અંગ્રેજી શાસનને નવજીવનના પત્રકારત્વ મારફતે પડકારી ભારતીયોને એક કરવાનું કામ ગાંધીજીએ કર્યું એટલે જ છેલ્લાં ત્રણ વર્ષથી પત્રકારત્વનો આ નવો પ્રયોગ હવે ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે.
અમે માનીએ છીએ કે તમારા શિક્ષણ અને પત્રકારત્વને કોઈ સીધો સંબંધ નથી આમ છતાં નવજીવન ટ્રસ્ટ દ્વારા સંચાલીત પત્રકારત્વની સ્કૂલમાં પ્રવેશ માટે લધુતમ લાયકાત ધોરણ 12 રાખવામાં આવી છે, ઉંમરનો કોઈ બાધ નથી કોઈ પણ ઉંમરની વ્યકિત નવજીવનની પત્રકારત્વની સ્કૂલમાં પ્રવેશ મેળવી પત્રકારત્વ ભણી શકે છે. નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ એક નવા અભિગમ સાથે કામ કરે છે, એટલે નવજીવનની પત્રકારત્વની સ્કૂલમાં એક પણ પુસ્તકને અભ્યાસક્રમમાં સામેલ કરવાને બદલે વિશાળ પત્રકારત્વની સમજાવવા અને ભણવવા માટે પચાસ જેટલા વિવિધ વિષયના નિષ્ણાતોનો સહાય લેવામાં આવે છે. કારણ પત્રકારત્વ ક્યારેય થીયરીથી ભણી શકાય તેવો વિષય નથી.
પત્રકારત્વ જીવવુ પડે છે કારણ જો કોઈના શ્વાસમાં પત્રકારત્વ નથી તો તે સારો પત્રકાર ક્યારેય થઈ શકતો નથી. છેલ્લાં ત્રણ વર્ષના ગાળામાં અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારના વિદ્યાર્થીઓ કલાસ અને ઓનલાઈન પત્રકારત્વ ભણ્યા છે, જેઓ અમદાવાદ બહારના વિદ્યાર્થીઓ છે તેઓ ઓન લાઈન પણ અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા નવજીવન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. સોમથી શુક્ર રોજ સાંજે દોઢ કલાકનો એક વર્ષ માટે અભ્યાસક્રમ છે, વર્ષના અંતે નવજીવન ટ્રસ્ટ પ્રમાણપત્ર પણ આપે છે પરંતુ અમે અમારા વિદ્યાર્થીઓને કહીએ છીએ કે કોઈ પણ ડીગ્રી ક્યારેય કામ આપી શકતી નથી. ડીગ્રી તો માત્ર ફિ ભર્યાની રસીદ છે, એટલે જ અમે એવા પત્રકારત્વના હિમાયતી રહ્યા છીએ કે અમારો વિદ્યાર્થી સારો પત્રકાર થાય તેની સાથે સારો માણસ પણ બને કારણ અત્યારે માણસની સારાઈનો દુષ્કાળ છે.
જો તમે પત્રકારત્વ ભણવા માગો છો તો ઉપર જણાવેલા સરનામે રજાના દિવસ સિવાય કિરણ કાપુરેનો સંપર્ક કરી શકો છો અથવા આપેલા સંપર્ક નંબર ઉપર ફોન કરી માહિતી મેળવી પ્રવેશ મેળવી શકો છો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.