Sunday, June 7, 2026
HomeGeneralવડોદરાઃ પોલીસથી બચવા ડ્રાઈવર બદલ્યો, થર્મોકોલની શીટના કાર્ટુનથી દારૂ છુપાવ્યો છતાં PCBની...

વડોદરાઃ પોલીસથી બચવા ડ્રાઈવર બદલ્યો, થર્મોકોલની શીટના કાર્ટુનથી દારૂ છુપાવ્યો છતાં PCBની ટીમે લાખોનો માલ ઝડપ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ: ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો બુટલેગરનો વઘુ એક કિમયો પોલીસે નીષ્ફળ બનાવ્યો છે. વડોદરાના હાઈવે પરથી PCBની ટીમે વોચ ગોઠવીને લાખો રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જડપી પાડ્યો છે. પોલીસથી બચવા માટે થઈને ડ્રાઈવરને બદલી નાખવામાં આવ્યા હતા. ઉપરાંત દારૂને કાળી પ્લાસ્ટીકની થેલીમાં છુપાવીને દારૂની ફરતી બાજુ થર્મોકોલની શીટ ભરેલાં મોટા કાર્ટુન રાખવામાં આવ્યા હતા.



માહિતી અનુસાર, વડોદરાના સાંકદરા હાઈવે પરથી દારૂ ભરેલી ટ્રક પસાર થવાની માહિતી PCBને મળી હતી. માહિતીના આધારે PCBએ હાઈવે પર ટ્રકને પકડી પાડવા માટે વોચ ગોઠવી હતી. જો કે દારૂ ભરેલો ટ્રક પસાર થતા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે ટ્રકની તલાસી લેતા ચોંકી ઉઠી હતી. બુટલેગરે પોલીસ પકડથી બચવા માટે થઈને પ્લાસ્ટીક ફોમની આડમાં દારૂ છુપાવીને રાખવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું હતુ કે, PCBએ ઝડપેલી ટ્રક હરિયાણાથી રાજસ્થાન, ઈન્દોર થઈને આણંદ જઈ રહ્યો હતો. પોલીસથી બચવા માટે થઈને ઈન્દોરથી ડ્રાઈવર અને ક્લિનરને બદલી નાખવામાં આવ્યા હતા. દારૂનો જથ્થો હરિયાણાથી આણંદના બુટલેગરને મોકલવાનો હતો. દારૂના જથ્થાને છુપાવવા ઇ.પી.સી પ્લાસ્ટીક ફોમ સીટ ઉપયાગ કરવામાં આવ્યો હતો. ઉપરાંત કાળા કલરની પ્લાસ્ટીકની બેગમાં રાખવામાં આવ્યો હતો. દારૂની ફરતી બાજુ થર્મોકોલની શીટ ભરેલાં મોટા કાર્ટુન ગોઠવી દીધાં હતાં. જેથી દારૂના જથ્થા પર જલ્દી કોઈને શંક જઈ ન શકે. પોલીસે બેની ધરપકડ કરીને કુલ 38,59,950નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular