Tuesday, March 17, 2026
HomeGeneralPM મોદીની વધુ એક ગુજરાત મુલાકાત, ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો કરાવશે આરંભ

PM મોદીની વધુ એક ગુજરાત મુલાકાત, ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’નો કરાવશે આરંભ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ઋષિમુનીઓનો દેશ ગણાતો ભારત હવે ડિજિટલ બની રહ્યો છે. જેના અનુસંધાનમાં આજથી ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’ શરૂ થવા જઈ રહ્યું છે. આ ઇવેન્ટનો આરંભ કરાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુદ, પોતે, જાતે દિલ્હીથી ગાંધીનગર આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ‘ડિજિટલ ઈન્ડિયા’ની ઈવેન્ટનો આરંભ કરાવવા માટે પ્રધાનમંત્રીએ જાતે દિલ્હીથી આવવાનું થયું છે, આમ તો ડિજિટલ ઇવેન્ટનો આરંભ વર્ચ્યુઅલ રીતે પણ PM કરાવે તો ડિજિટલ ઇન્ડિયા વીક 2022નો ઉદેશ્ય વધારે સારી રીતે સાર્થક થઈ શકે અને ભારત સરકાર અને ગુજરાત સરકારના લાખો રૂપિયા, સમય, માનવબળ વગેરે જે PMની વિઝિટ માટે ખર્ચ થશે તેનો ઉપયોગ બીજા કોઈ કામમાં સરકારને કરવો હોય તો કરી શકે.



અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીની આ ગુજરાત મુલાકાત કાર્યક્રમના આરંભ કરાવવા કરતા ચૂંટણી લક્ષી વધારે હોય તેવું રાજકીય પંડીતોનું માનવું છે. ચૂંટણીના ભણકારા વાગ્યા પછી પ્રધાનમંત્રી સતત ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે અને લોકો વચ્ચે જઈને સરકારી કામોની લોકો સામે સતત જાહેરાત કરી રહ્યા છે, જેની સીધી અસર આવનારી ચૂંટણી દરમિયાન જોવા મળશે તેવા ગણિત બેસાડવામાં આવી રહ્યા છે તેવું પણ નિષ્ણાંતો માને છે.

શું છે ‘ડિજિટલ ઈન્ડિયા વીક 2022’?
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજે 4 જુલાઈથી 6 જુલાઇ સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ઉપરાંત ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રિય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેંદીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર પણ હજાર રહેશે. આ કાર્યક્રમમાં વિવિધ ડિજિટલ પહેલ જેવી કે ‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ’, ‘માય સ્કીમ’, ‘મેરી પહેચાન’, ‘ડિજિટલ ઇન્ડિયા ભાષિની’, ‘ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ’, ‘ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ’ તથા ‘કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક’નો વડાપ્રધાનના હસ્તે આરંભ કરવામાં આવશે.



આ ઉપરાંત આધાર, UPI, COVIN, ડિજિલોકર જેવા જાહેર ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા નાગરિકોને સરળતાથી સેવા મળી રહે તે અંગેની જાણકારી આપતું પ્રદર્શન યોજવામાં આવશે. આ ઉપરાંત ટેકનોલોજીના વિવિધ પ્લેટફોર્મ દ્વારા ભારતના નાગરિકોને મળતી સુવિધાઓના લાભો અંગેનું ટેકનિકલ શોલ્યુશનનું પ્રદર્શન વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરવામાં આવશે. તેમજ ભવિષ્યની પેઢી માટે ડિજિટલ માધ્યમ દ્વારા રોજગારીની કેવી તકોનું નિર્માણ થઈ શકે તે માટે પણ ચર્ચા કરવામાં આવશે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular