નાયમેક્સ નેચરલ ગેસ વાયદામાં ઊભા ઓળીયા સપ્ટેમ્બર ૨૦૨૧ પછીના સૌથી વધુ
યુરોપ અને એશિયામાં માલ ભરાવો ભાવ દબાણમાં રહેશે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ભારતીય અગાઉની ધારણા કરતાં નેચરલ ગેસની (Natural Gas) વધુ માંગ રહેશે, એવા અનુમાન અને મેક્સિકો ખાતે વિક્રમ નિકાસ થયાના અહેવાલે અમેરિકન નેચરલ ગેસ વાયદો શુક્રવારે ૧ ટકા કરતાં વધુ વધ્યો હતો. આમ સાપ્તાહિક વૃધ્ધિ ૧ ટકો હતી. પણ મેના અંતિમ સપ્તાહથી જોઈએ તો હજુ ભાવ ૧૬ ટકા નીચા છે. વર્તમાન વર્ષના અત્યાર સુધીમાં વાયદો બાવન ટકા ઘટાડો દાખવે છે. અમેરિકા સતત વિક્રમ ઉત્પાદન તરફ આગળ વધી રહો છે અને નિકાસ પ્લાન્ટો વાર્ષિક સમારકામ માટે બંધ થવાની તૈયારીમાં છે, તેમ છતાં લિકવીફઈડ નેચરલ ગેસનું વહન હજુ ધીમીગતિએ આગળ વધી રહ્યું છે, તેમછતાં ભાવમાં વૃધ્ધિ થઈ, તેનાથી બજારમાં આશ્ચર્ય ફેલાયું છે. ન્યુયોર્ક મર્કકંટાઈલ એક્સ્ચેન્જ (New York Mercantile Exchange) પર રોકડો જુલાઇ વાયદો શુક્રવારે પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ ૨.૧૭ ડોલર મુકાયો હતો.
ઊર્જા વાયદામાં ટ્રેડિંગ કરવાની ઉત્સુકતા વધી રહી હોવાથી, નાયમેક્સ નેચરલ ગેસ વાયદામાં ઊભા ઓળીયા વધીને ૧૩.૮૭ લાખ કોન્ટ્રેક્ટ થયા છે, જે સપ્ટેમ્બર ૨૦૨૧ પછીના સૌથી વધુ છે. ગત સપ્તાહે એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેટર (ઇઆઈએ) સાપ્તાહિક અહેવાલમાં કહ્યું હતું કે નેટ ગેસનો સ્ટોક વધીને ૧૦૭ બિલિયન ક્યુબિક ફિટે પહોંચ્યો છે, આ સમયની પાંચ વર્ષની સાપ્તાહિક સરેરાશ ૧૦૧ અબજ ક્યુબિક ફૂટની છે.
યુરોપ અને એશિયામાં શિયાળાની ઠંડી ખૂબ જામી ના હતી તેથી ત્યાં નેચરલ ગેસના ભાવ ઢબી પડ્યા હતા, તેથી હવે એનાલિસ્ટો પ્રશ્ન કરી રહ્યા છે કે આ વર્ષે પણ ત્યાં માલ ભરાવો થશે અને ભાવ દબાણમાં રહેશે? ૨૦૨૦માં આવી જ રીતે નબળી માંગને લીધે ૧૭૫ એલએનજી કાર્ગો રદ્દ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે આ એનાલિસ્ટો કહી રહ્યા છે કે ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર ચઢાઈ કરી ત્યાર પછી આખા વિશ્વમાં ઊર્જા સલામતીની ચિતા વધી હતી અને ભાવ આસમાને ગયા હતા. પણ હવે અમેરિકન એલએનજી નિકાસ જળવાઈ રહેશે, તે વિષે શંકા છે. તેથી ૨૦૨૩માં અમેરિકા માટે નિકાસ અને ભાવ ઊંચે ટકાવવા શક્ય નથી.
અમેરિકામાં હળવા હવામાનને લીધે શુક્રવારે નેચરલ ગેસના હાજર ભાવ હેન્રી હબ લ્યુઇસિયાના ખાતે ઓકટોબર ૨૦૨૦ પછીની નીચી સપાટીએ ૧.૭૭ ડોલર એમએમબીટિયુ બોલાયા હતા. એટલાન્ટિક હરિકેન સિઝનના આખરી દિવસોમાં વિશુવૃત્તીય વાવાઝોડાનું ફ્લોરિડા નજીક ગલ્ફ ઓફ મેક્સિકોમાં સર્જન થશે. બાકર હ્યુજીસનો અહેવાલ કહે છે કે ૨૬ મે એ પૂરા થયેલા સપ્તાહમાં અમેરિકન નેટ ગેસ ડ્રિલિંગ રીગસ વધુ ૪ ઘટીને ૧૪ મહિનાના નીચલા સ્તરે ૧૩૭ રીગસ રહી ગઈ હતી.
ડેટા પ્રોવાઇડર રિફિનિટીવ ફોરકાસ્ટએ આગામી બે સપ્તાહ ઉનાળાની ગરમી વધવા સાથે ઘરોને ઠંડા રાખવાની એરકન્ડિશનિંગ માંગ વધતાં નિકાસ સહિતની અમેરિકન ગેસ માંગ આ સપ્તાહે ૯૧ અબજ ક્યુબિક ફૂટથી વધીને ૯૩.૯ બીસીએફ અને ત્યાર પછીના બે સપ્તાહ ૯૫ બીસીએફ રહેવાની આગાહી કરી છે. જૂનમાં અત્યાર સુધીમાં અમેરિકાથી મેક્સિકો, નેચરલ ગેસ નિકાસ ૭.૬ બીસીએફ રહી છે. જે મેમાં ૫.૯ બીસીએફ હતી. જો માસિક આંકડા તપાસીએ તો જૂન ૨૦૨૧માં નિકાસ ૬.૭ બીસીએફ હતી.
સર્વાંગી રીતે જોઈએ તો ભરપૂર સપ્લાય અને ઓછી માંગ ભાવને દબાણમાં રાખશે. ગતવર્ષે નેચરલ ગેસના ભાવ આસમાને જતાં અસંખ્ય એશિયન દેશોએ તેમનો વીજળી ઉપાર્જન ઉપક્રમ, ગેસને બદલે કોલસા આધારિત કરી નાખ્યો હતો. આ સંયોગમાં પણ ૨૦૨૩માં ભાવને ઉપર જવા સંઘર્ષ કરવો પડશે. અમેરિકન મેન્યુફેકચરિંગ સેક્ટર સંકોચાઈ ગયું હોવા સાથે, મધ્યમથી હળવા શિયાળા અને ઉનાળાએ અનુક્રમે હીટિંગ અને કુલિંગ માંગ, યુએસની સ્થાનિક બજારમાં ધીમી પડી ગઈ હતી.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








