Wednesday, June 24, 2026
HomeNationalOdisha Train Accident LIVE: 288 લોકોના મોત, 24 કલાક બાદ પણ રેસ્કયૂ...

Odisha Train Accident LIVE: 288 લોકોના મોત, 24 કલાક બાદ પણ રેસ્કયૂ ઓપરેશન જારી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ઓડિશા: Odisha Train Accident : ઓડિશાના બાલાસોર (Balasore) જિલ્લાના બહાનગા રેલવે સ્ટેશન નજીક થયેલી ત્રિપલ ટ્રેન અકસ્માતની (Bahanaga Triple train accident) ઘટનામાં હજુ સુધી 288 લોકોના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે અને 900 વધુ લોકો ઇજાગ્રસ્ત છે. જેઓ હોસ્પિટલમાં સારવામાં લઈ રહ્યા છે. શુક્રવારની સાંજે 7 વાગ્યે બનેલી રેલવે દુર્ઘટનાએ સમ્રગ દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામા કોઈએ પોતાના પિતાના ગુમાવ્યા છે, તો કોઈએ પોતાની માતાને, કોઈએ પોતાના ભાઈને તો કોઈ પોતાની બહેન એટલે આ રેલ દુર્ઘટનામાં ઘણા પરિવારનો માળો વિખેરાયો છે. હજુ પણ દુર્ઘટના સ્થળ પર SDRF અને NDRF સહિતની ટીમો રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. સતત 24 કલાક જેટલો સમય વિતી ચૂક્યો છે અને રેસ્કયૂ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે.

રેલવે દુર્ઘટનાના પગલે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક રેલવે દુર્ઘટનામાં ઇજાગ્રસ્તને કટરા હોસ્પિટલ મળવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે મૃતકના પરિવારોને સાંત્વના પાઠવી હતી. આજે ઓડિશામાં રેલ દુર્ઘટનાના પગલે એક દિવસીય રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો. આ રેલ દુર્ઘટના બાદ રેસક્યુ ઓપરેશમાં 500થી 600 જેટલા SDRF અને NDRF જવાનોની ટીમ રાહત અને બચાવ કામગીરી લાગી હતી. જેમાં 115 જેટલી એમબ્યુલેન્સ, 45 જેટલી બસો અને 50 મોબાઈલ યૂનિટને બચાવ કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે.

- Advertisement -

રેલવે દુર્ઘટનાના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી અને સમ્રગ રેલ દુર્ઘટનાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ સાંજે 5 વાગ્યાના અરસામાં તેઓ બાલાસોર દુર્ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું. ત્યારબાદ ઘટનાસ્થળે પરથી સીધા કટરા હોસ્પિટલ ગયા હતા, જ્યાં તેમણે રેલે દુર્ઘટના ઇજાગ્રસ્તો સાથે વાતચીત કરી જલદી સાજા થવા પ્રાર્થન કરી હતી.

રેલવે અધિકારીઓએ આ ઘટના પર નિવેદન આપતા જણાવ્યું હતું કે, બહાનગા સ્ટેશનની આઉટલેન પર માલવાહક ટ્રેન ઉભી હતી. ત્યારે હાવડાથી ચેન્નાઈ જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી માલગાડી સાથે ધડાકાભેર અથડાઈ હતી. કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન માલગાડી પર ચઢી ગયું હતું અને અન્ય કોચ ત્રીજા ટ્રેક પર પડ્યા હતા. ત્યારબાદ ત્રીજા ટ્રેક પર પૂરઝડપે આવી રહેલી હાવડા બેગ્લૂરું દૂરંતો કોરોમંડલ એક્સપ્રેસની બોગીઓ સાથે અથડાઈ હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular