મંદીવાળાએ હેમરીંગ કરીને વાયદો ૩.૮૯ ડોલર સુધી તોડી નાખ્યો
છેલ્લા ૨૫ વર્ષમાં નેચરલ ગેસ વપરાશમાં ૮૦ ટકાનો વધારો
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): નેચરલ ગેસના (Natural Gas) ભાવમાં ગત સપ્તાહે આવેલો ઝડપી ઉછાળો ઉભરા જેવો સાબિત થયો છે. ગત સપ્તાહે જાહેર થયેલા અમેરિકન ગેસ સ્ટોરેજના આંકડા તેજીવાળા માટે આકર્ષક ના હતા. એપ્રિલ વાયદાને શુક્રવારની, ડીસેમ્બર ૨૦૨૨ની ઉંચાઈએ ૪.૪૭ ડોલર પ્રતિ મિલિયન બ્રિટીશ થર્મલ યુનિટની સપાટીએ ટકાવી રાખવા મુશ્કેલ થઇ પડ્યા હતા. વર્તમાન સપ્તાહે મંદીવાળા બજાર પર કબજો મજબુત કરવાના પ્રયાસ કરશે. ગત એક જ સપ્તાહમાં નેચરલ ગેસ ન્યુયોર્ક વાયદો ૧૪ ટકા ઉછળી આવ્યો હતો, ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં ૩૯ ટકા ઉછાળો નોંધાયો હતો. વર્ષ ૨૦૨૨ પછી રશિયા અને યુક્રેન યુદ્ધ દરમિયાન એનર્જી બજારને લાગેલા ઝ્ત્કાફટકા પછી, આ પહેલી ઘટના એવી છે કે માત્ર ૩ સપ્તાહમાં આટલો મોટો ઉછાળો આવ્યો હોય. ગત વર્ષના સમાન ગાળા કરતા હાલમાં ભાવ ૧૫૪ ટકાનો ઉછાળો દાખવે છે.
આખરે સોમવારે મંદીવાળા બજાર પર કબજો જમાવવા ઉતરી પડ્યા. બજારના આંતરપ્રવાહો મંદીવાળાની તરફેણ કરતા થઇ ગયા. ગતવર્ષે કોમોડીટી બજારમાં નેચરલ ગેસએ તેજીનો ધૂણો ધખાવ્યો હતો. પણ સોમવારે એશિયન બજાર સત્રમાં મંદીવાળાએ હેમરીંગ કરીને વાયદો ૩.૮૯ ડોલર સુધી તોડી નાખ્યો. નેચરલ ગેસ વાયદો ૪.૩૭ ડોલરનું મજબુત રેસીસ્ટન્ટ ધરાવતો હતો. બજારમાં આ લેવલ ટકાઉ સાબિત નાં થતા, મંદીવાળાઓએ બજાર પર કબજો લઈને ધરખમ વેચવાલીનો આરંભ કરી દીધો છે. અલબત્ત, નેચરલ ગેસ વાયદાએ ૪ ડોલરનો સપોર્ટ પણ ગુમાવી દીધો છે, પરિણામે મંદીવાળાની બજારમાં હાજરી વધી ગઈ છે. અહીંથી જો ભાવ વેગથી ઘટશે તો, ત્યાર પછીનો સપોર્ટ લેવલ ૯ દિવારની મુવિંગ એવરેજ ૩.૮૫ ડોલરનો મજબુત સપોર્ટ ગણાશે.
વુડમેકેન્ઝીના તાજા અહેવાલ પ્રમાણે જાગતિક એનર્જી વપરાશમાં આવી રહેલા બદલાવ વખતે કોલસો અને રીન્યુએબલ એનર્જી વચ્ચે, નેચરલ ગેસ મહત્વની ભૂમિકા અદા કરશે. કાર્બન ઉત્સર્જન અને સ્પર્ધાત્મક ભાવની ચિંતાઓ દરમિયાન ખાસ કરીને વીજળી ઉપાર્જન, ટ્રાન્સપોર્ટ અને ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં દાયકાઓ સુધી નેચરલ ગેસની ભૂમિકા ચાવીરૂપ બની રહેવાની છે. વુડમેકેન્ઝી કહે છે કે છેલ્લા ૨૫ વર્ષમાં નેચરલ ગેસ વપરાશમાં ૮૦ ટકાનો વધારો થયો છે. હજુ પણ જાગતિક એનર્જી વપરાશમાં તેનો ૨૫ ટકા હિસ્સો જળવાઈ રહ્યો છે.
આ સપ્તાહે અમેરિકન હવામાન જરા હુંફાળું રહેશે, એ જોતા નેચરલ ગેસની માંગ ઘટશે, ઠંડીગાર મોસમ હળવી થતા ઉત્પાદન વૃદ્ધીમાં ઝડપ આવશે. વર્તમાન શિયાળામાં ગેસ વપરાશ ભરપુર વધ્યો હોવાથી, સ્ટોરેજમાં ઘટાડો આવ્યો અને ભાવને ટેકો મળી ગયો હતો. અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડ્મીનીસ્ટ્રેશને ગત સપ્તાહના અહેવાલમાં કહ્યું હતું કે આગામી સપ્તાહમાં આર્કટીક હવામાન સતત ૭મા સપ્તાહે ત્રણ આંકડામાં રહેવાની સંભાવના છે. શક્ય છે કે માર્ચમાં પણ હવામાન ઠંડુ રહેશે. આગામી દિવસોમાં કેટલાંક હુંફાળા દિવસો રહેવાની શક્યતા પણ છે.
જો કે ભાવ પ્રમાણમાં ઉંચે જતા રહ્યા હોવાથી ઘરોને ઠંડા રાખવાની માંગ નબળી પડી શકે છે. ટન દીઠ ૧૦૦ ડોલરના કોલસાના ભાવ એશિયન બજારો માટે આકર્ષક વિકલ્પ રહેશે. પાવર જનરેશન સિવાય પણ ઓછી કાર્બન ટેકનોલોજીવાળા કાર્બન કેપ્ચર એન્ડ સ્ટોરેજ (સીસીએસ) અને બ્લયુ હાઈડ્રોજન જેવા ઉદ્યોગ માટે નેચરલ ગેસ વપરાશ વાજબી ગણાય છે.
પણ ગ્રીન હાઈડ્રોજન ઉદ્યોગ માટે મોટાપાયે ગેસ વપરાશ ખર્ચાળ સાબિત થાય છે. નેચરલ ગેસમાંથી બ્લયુ હાઈડ્રોજન ઉત્પાદિત કરવા સીસીએસનું મિશ્રણ જરૂરી હોવાથી ભાવ ઘટતા ગેસ વપરાશ સ્વીકૃતિ વધી શકે છે. વુડમેકેન્ઝીએ ચેતવણી સાથે આગાહી કરી છે કે ૨૦૫૦ સુધીમાં બ્લયુ હાઈડ્રોજનની ઉત્પાદન ક્ષમતા ૪૦૦૦ લાખ ટન સુધી પહોચી જશે. નેચરલ ગેસમાંથી મીથેન ગેસ નીકળતો હોવાથી અને તેની ફોસિલ ફયુઅલ તરીકે ગણના થતી હોવાથી, આજે પણ નેચરલ ગેસ “ગંદો શબ્દ” ગણવામાં આવે છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








