Sunday, April 19, 2026
HomeBusinessનેચરલ ગેસ વાયદો ઘટાડા તરફ અગ્રેસર બાવન સપ્તાહમાં 24.20 ટકા ઘટ્યો

નેચરલ ગેસ વાયદો ઘટાડા તરફ અગ્રેસર બાવન સપ્તાહમાં 24.20 ટકા ઘટ્યો

- Advertisement -

યુરોપિયન નેચરલ ગેસ પુરવઠા સ્થિતિ સુધાર્યાના સંકેત

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા): અમેરિકન ઉત્તર-પૂર્વના રાજ્યોમાં માર્ચ મહિનો આવતા આવતા હવામાન સામાન્ય કરતાં વધુ હુંફાળું રહેશે, અને ઘરોમાં હીટિંગ માટેની નેચરલ ગેસની માંગ ઘટશે, એવા અનુમાન પર નાયમેક્સ નેચરલ ગેસ વાયદો ઘટાડા તરફ અગ્રસર હતો. નાયમેક્સ એપ્રિલ નેચરલ ગેસ વાયદો મંગળવારે ઘટીને, 21 સપ્ટેમ્બર 2025ના તળિયે 2.91 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ મુકાયો હતો. છેલ્લા બાવન સપ્તાહમાં વાયદો 24.20 ટકા ઘટ્યો હતો. અલબત્ત, નેટગેસવેધર ડોટ કોમ એક નોંધમાં કહે છે કે મિડવેસ્ટ અને ઉત્તર-પૂર્વીય અમેરિકન રાજ્યોમાં વધુ પડતાં ઠંડા હવામાનને જોતાં, શક્ય છે કે બુધવારે ભાવમાં મોટો ઘટાડો સંભવિત ના બને. જો કે બાકીના અમેરિકન રાજ્યોમાં હવામાન પ્રમાણમાં હુંફાળું રહેશે.

મધ્ય-પૂર્વના દેશોમાં યુધ્ધના વાદળો મંદરાતા, યુરોપિયન નેચરલ ગેસ વાયદો મક્કમ થયો હતો, પરંતુ પુરવઠા સ્થિતિ સુધાર્યાના સંકેત પછી ઘટ્યો હતો. એલએનજી પુરવઠા પ્રવાહના મુખ્યમાર્ગ હોરમજની ખાડીમાં અંતરાયો સર્જાશે, એવા ભય વચ્ચે બેન્ચમાર્ક ડચ ટીટીએફ ગત સપ્તાહે વધ્યા બાદ હવે 1.4 ટકા ઘટીને 31.57 યુરો પ્રતિ મેગાવોટ-અવર બોલાયો હતો. એએનજેડ એનાલિસ્ટ કહે છે કે એક તરફ એલએનજી પુરવઠા અછત હળવી થવા સાથે ઉત્તરીય યૂરોપમાં સરેરાશ હવામાન વધુ ઠંડુ રહેવાનું, એવી શંકા હળવી થતાં પુરવઠા અછતનું જોખમ પણ હળવું થયું હતું.

- Advertisement -

અમેરિકન એજન્સી એનજીઆઈ સ્ટોરેજ ઇઆઈએ (એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન)ના આંકડા ટાંકીને કહે છે કે 20 ફેબ્રુઆરી 2026ના સપ્તાહાંતના ચાર્ટ અંદાજો કહે છે કે સ્ટોરેજ ટાંકાઓમાંથી, છેલ્લા પાંચ વર્ષની સરેરાશ 168 બીસીએફ અને ગતવર્ષના સમાન સપ્તાહની સરેરાશ 252 બસીએફ સામે માત્ર 34 અબજ ક્યુબિક ફૂટ નેચરલ ગેસ ડ્રોવ (સીંચવામાં) કરવામાં આવ્યો હતો, પરિણામે ઉક્ત સપ્તાહમાં કુલ સ્ટોક 2070 બીસીએફ રહ્યો હતો. વાસ્તવમાં 2010 પછીનો આ સૌથી ઓછો 48 બીસીસએફ કરતાં પણ નાનો, ફેબ્રુઆરી સાપ્તાહિક સ્ટોરેજ બદલાવ હતો.

આગામી ગુરુવારે રજૂ થનાર ઇઆઈએના સાપ્તાહિક સ્ટોરેજ રિપોર્ટમાં પણ ગત સપ્તાહ કરતાં ઓછી વિદ્રોઅલ જોવા મળે તેવી સંભાવના છે. કારણ કે વિન્ડ અને સોલાર એનર્જીનું ઉપાર્જન સપ્તાહ દર સપ્તાહ વધી રહ્યું છે, જે નેચરલ ગેસ વપરાશને વધારવા નહીં દે, તેવું આગાહીમાં કહેવામાં આવે તેવું શક્ય જણાય છે. જો ટેકનિકલ ઇન્ડિકેટર અને મૂવિંગ એવરેજિસ જોઈએ તો પણ લે/વેચના સંકતોમાંથી નેચરલ ગેસ વેચાણના મજબૂત સંકેતો પણ આપે છે. હાજર બજારમાં પણ અમેરિકાના સૌથી મોટા ઓઇલ ઉત્પાદક, વેસ્ટ ટેકસાસના પરમીન બંદરના વાહા હબ ખાતે છેલ્લા 12 સપ્તાહથી સરેરાશ હાજર ભાવ, વિક્રમજનક નકારાત્મક જોનમાં રહ્યા છે.

20 ફેબ્રુઆરીએ પૂરા થયેલા સપ્તાહાંત પછીથી હળવા હવામાનને પગલે પુરવઠા ખાધ 1 ટકા આસપાસ સુધી રહેવાની એનાલીસ્ટો આગાહી કરી રહ્યા છે. વર્ષના આ સમયગાળા દરમ્યાન સામાન્ય રીતે માંગ એ પ્રકારની રહેતી હોય છે કે સ્ટોરેજમાં સામાન્ય કરતાં વધુ પુરવઠો પ્રવાહિત થયો હોય છે. ઉત્તર અમેરિકામાં કડક શિયાળો અને વાવાજોડા પ્રવર્તી રહ્યા હોવા છતાં, હવામાનશાસ્ત્રીઓ એવી આગાહી કરી રહ્યા છે કે 10 માર્ચ સુધી સમસ્ત અમેરિકામાં હવામાન સામાન્ય અને હુંફાળું રહેશે. એલએસઇજીની આગાહી છે કે આ સપ્તાહે નેશરલ ગેસની સરેરાશ માંગ 137.5 બીસીએફ, જ્યારે આગામી સપ્તાહે 130.3 બીસીએફ રહેશે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular