નવજીવન ન્યૂઝ. નંદાસણ: કડી શહેર અને તાલુકામાં ઘણા સમયથી અસામાજીક તત્વો બેફામ બન્યા છે. આવા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ જાહેરમાં સિનસપાટા કરી સામાન્ય લોકોમાં ભયનો માહોલ બનાવાતા હોય છે. તેવામાં હવે શિયાળાની કડકડતી ઠંડીની શરુઆત થતાં તસ્કોરને પણ હવે મોકળુ મેદાન મળી રહ્યું તેવું લોકોને લાગી રહ્યું છે. બેફામ બનેલા ચોરો અવનવી રીતે ચોરી કરી સામાન્ય લોકોના રોકડ રકમ, માલ-સામાનને છુંમત્તર કરી લાખોનું નુકશાન કરતાં હોય છે. તેવામાં નંદાસણ-કડી હાઈવે પર આવેલી એક સોસાયટીને તસ્કરોએ નિશાન બનાવી છે.
મળતી વિગતો અનુંસાર, નંદાસણ-કડી રોડ પર આવેલી અલ-શિફા સોસાયટીમાં એક નવી જ રીક્ષાની રાત્રે ચોરી થતાં રહીશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કુરેશી ઈમરાન નામના વ્યક્તિની માલીકીની રીક્ષા જેનો નંબર GJ 01 TH 3764 છે, થોડા મહીના અગાઉ નવી જ ખરીદી પોતોના સંબઘી સૈયદ સાદીકને ભાડે ફેરવવા માટે આપી હતી. આ રીક્ષા ચાલક પોતે અલ-શિફા સોસોયટીમાં રહે છે. પરતું આજે વહેલી સવારે પરોઢીયે કોઈક આજાણ્યા વ્યક્તિએ આ રિક્ષા ચોરી લીધી હતી. સમગ્ર ચોરીની ઘટના CCTVમાં કેદ થઈ છે. હાલ નંદાસણ પોલીસ સ્ટેશનમાં રીક્ષા ચોરીની જાણવાજોગ લેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાક જ મહીના અગાઇ એક ખેડુતના એક્ટીવામાંથી 50 હજારની ચોરીની ઘટના નંદાસણ હાઈવે પર બની હતી, તેવામાં ફરી એક વખત આ ઘટના બનતા ચર્ચાનો વિષય બન્યો છે. જો ભૂતકાળની વાત કરીયે તો ગુલશાન પાર્ક સોસાયટીમાં એકથી વઘુ ચોરીની ઘટના બની છે. તસ્કરોએ અલગ-અલગ ઘરોને નિશાન બનાવી દાગીના અને રોકડ રકમ સહીત અન્ય ચીજવસ્તુઓને નુકશાન પહોંચડ્યું છે. હવે લોકો વાંરવાર પોલીસ પેટ્રોલીંગ વઘારવાની માગ કરી રહ્યા છે. તેમજ ગુલશન પાર્ક સોસયટીના નાકે રાત્રીના સમયે એક પોઈન્ટ મુકવામાં આવે જેથી આસપાસ રહેલી સોસાયટીને લોકો ચોરોને નિશાને ન આવે તેવું સ્થાનિકોને લાગી રહ્યું છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વ








