નવજીવન ન્યૂઝ. અમદાવાદ: દેશમાં અને રાજ્યમાં સાયબર ક્રાઈમ (Cyber crime) પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. સાયબર ક્રાઈમનું વહી રહેલું પ્રમાણ લોકો માટે ચિંતાજનક છે. ગુજરાતની સાયબર સેલ દ્વારા લોકોને સાયબર ક્રાઈમ અંગે સતત જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ નેતા(Congress Leader) દ્વારા રામ મંદિરના (Ram Mandir) પૂજારી મામલે સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી પોસ્ટને લઈ ધરપકડ કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અનુસુચિત જાતિના પ્રદેશ મોરચાના પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયાએ (hitendra pithadiya) સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેને લઈ સાયબર ક્રાઈમ દ્વારા હિતેન્દ્ર પીઠડીયાની અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડીયાએ રામ મંદિરના પૂજારી મામલે એક પોસ્ટ વહેતી કરી હતી. જેમાં કોઈ મહિલાને બદનામ કરવાના તથા ધાર્મિક લાગણી દુભાવા અંગેના આરોપસર હિતેન્દ્ર પીઠડીયાની ધરપકડ કરવામાં આવી છે.
કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડીયા સામે IPC 469, 509, 294 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિને બદનામ કરવાના ઈરાદે આ પ્રકારે કોઈ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરવી સાયબર ક્રાઈમ ગણાય છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796