નવજીવન ન્યૂઝ.તેલંગાણાઃ તેલંગાણાના બીજેપી ધારાસભ્ય ટી રાજા સિંહને જામીન મળ્યા બાદ ફરી ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા આજે રાજા સિંહે આજે કોર્ટના પ્રતિબંધ છતાં ‘રાજ્યના સાંપ્રદાયિક વાતાવરણ’ વિશે એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેણે બે મંત્રીઓ કેટી રામારાવ અને મેહમૂદ અલી ઉપરાંત સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને કોમેડિયન મુનવ્વર ફારૂકી પર નિશાન સાધ્યું હતું.
વીડિયોમાં તેમણે કહ્યું, તેલંગાણા પોલીસ, અસદુદ્દીન ઓવૈસીના હાથની કઠપુતળી છે. રાજાએ પ્રદર્શનકારીઓ પર ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાનો આરોપ લગાવતા કહ્યું કે, હૈદરાબાદ સાંસદ ઓવૈસીના સમર્થકો પર પત્થર ફેંકવાની છૂટ છે… કોઈ એફઆઈ આર નહીં, કોઈ ધરપકડ નહીં. તેમનો સંદર્ભ સ્પષ્ટ રીતે પૈગંબર મોહમ્મદ પર તેમના કમેન્ટને લઈને વિરોધને લઈને હતો.
આજના વીડિયોમાં તેમણે કહ્યું કે, નગર નિકાસ મંત્રી કેટી રામરાવ (કેટીઆર) અને ગૃહમંત્રી મહમૂદ અલીની કાર્યવાહીઓને કારણે તેલંગાણાનો માહોલ આજે દૂષિત છે. કેટિઆર નાસ્તિક છે અને કોઈ ધર્મને નથી માનતા. તેમની પાર્ટી એઆઈએમઆઈના ઓવૈસીના સાથે મુસ્લિમ વોટ બેન્કની રાજનીતિ કરે છે.
રાજા સિંહે કહ્યું, હું તમને તેલંગાણામાં સાંપ્રદાયિક તણાવનું કારણ કહું છું. મુનવ્વર ફારુકી નામના એક સ્ટેંડઅપ કોમેડિયન છે. ત્રણ માસ પહેલા અમે પોલીસની મદદથી તેમનો હૈદરાબાદનો શો રદ્દ કરાવ્યો હતો.
20 ઓગસ્ટના શોનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું, “આ હાસ્ય કલાકારે પછી ટ્વિટર પર કેટીઆરનો સંપર્ક કર્યો… કેટીઆરએ તેમને આમંત્રણ આપ્યું અને પોલીસ સુરક્ષા આપી. મારી ધરપકડ કરવામાં આવી. ચાર IPS અધિકારીઓ સહિત 5,000 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા અને તેમણે આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કર્યું,”
રાજા સિંહે કહ્યું, “KTRએ મુનવ્વર ફારૂકીને આપણા ભગવાન વિશે જોક્સ બનાવવાની મંજૂરી આપી હતી… જ્યારે રામ ભક્તોને બહાર માર મારવામાં આવ્યો હતો.”
સસ્પેન્ડ કરાયેલા બીજેપી ધારાસભ્યએ કહ્યું, “મેં ડીજીપી, કમિશનરને કહ્યું હતું કે આપણા ભગવાન વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા આવા હાસ્ય કલાકારોને કાર્યક્રમમાં મંજૂરી આપવી જોઈએ નહીં. પરંતુ કેટીઆરનો અહંકાર આડે આવી ગયો છે… આ લોકો મુસ્લિમ વોટ બેંકનું કાર્ડ રમે છે,”








