Friday, April 24, 2026
HomeGujaratઅમદાવાદઃ સાત જન્મોના સાથનું વચન આપનારી પત્નીએ દબાવી દીધુ પતિનું ગળું

અમદાવાદઃ સાત જન્મોના સાથનું વચન આપનારી પત્નીએ દબાવી દીધુ પતિનું ગળું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં રોજ સાંજ પડેને દારૂ ઢીચેને ઘરકંકાસ કરતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. અમુક કિસ્સાઓમાં પતિની દારૂની આદતથી પરિવારના લોકો એટલી હદે કંટાળી જતા હોય છે કે આખરે જીવ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.

અમદાવાદમાં સાત જન્મોનો સાથ આપવાના વચન આપનારી પત્નીનાએ જ પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે. અમદાવાદના ઠક્કરનગર નજીક આવેલી કેવડાજીની ચાલીમાં રહેતા અનિલ અને પત્ની મંગલાબેન પરિવાર સાથે રહે છે. અનિલને દારૂ પિવાની ટેવના કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતાં હતા. પતિની દારૂ પીવાની ટેવથી કંટાળી ગઈ હતી.

- Advertisement -

ગત 23મીએ અનિલના ઘર પાસેની ચાલીમાં રહેતો તેનો ભાઈ સુનિલ ઘરે હતો તે દરમિયાન તેની પત્નીએ કહ્યુ હતું અનિલભાઈના ઘરે કઈક થયું છે. જેથી સુનિલ તુરંત અનિલના ઘરે પહોંચ્યો હતો. જ્યાં તેના ભાઈની લાશ સીડી પાસે પડી હતી અને તેમની ભાભી રડી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. મંગલાબેનના જણાવ્યા અનુસાર અનિલે ઉપરના રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જ્યારે તે ઉપરના માળે ગઈ ગતી ત્યારે બારીમાં ચાદર લટકતી હતી.

પોતાના પતિએ સ્યુસાઈડ કર્યું હોવાની વાત પત્નીએ એવી રીતે કરી કે કોઈને તેમની પર જરા પણ શંકા ન થાય. પરંતું સુનિલને તેમના વિસ્તારમાં રહેતા બે લોકોએ જણાવ્યું હતું કે, 22મીએ રાત્રીના સમયે તારો ભાઈ પાનનાં ગલ્લા પાસે ઊભો હતો તે દરમિયાન તારી ભાભી ગાળો ભાંડી અને માર મારીને ઘરે લઈ ગઈ હતી અને બોલી રહી હતી કે “આજ તો તુજે માર ડાલુગી”. જેથી સુનિલને શંકા થઈ હતી કે ભાઈના મોતનું કારણ ભાભી હોય શકે છે. જોકે આવાજ સમયે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો હતો. જેમાં અનિલની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. સમગ્ર બાબતે કૃષ્ણનગર પોલીસે પત્નીની પુછપરછ કરતાં તેણે જ તેના પતિની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular