નવજીવન ન્યૂઝ. દ્વારકા: ગુજરાતમાં અને દેશભરમાં ભાજપ પ્રવક્તા નુપુર શર્માની ટિપ્પણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે, તેવા સમયે આતંકી સંગઠન અલકાયદા દ્વારા ભારતને ધમકી આપવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, મુંબઈ અને ગુજરાતમાં તેમણે આતંકી હુમલો કરવાની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પોલીસને સુરક્ષામાં વધારો કરી દેવાની સૂચના આપવામાં આવી છે. અલકાયદાની ધમકીના પગલે દેવભૂમિ દ્વારકાના કૃષ્ણ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ગુજરાતમાં અલકાયદાની ધમકીના કારણે સમગ્ર રાજ્યમાં સુરક્ષા હાઈ એલર્ટ પર રાખવામા આવી છે. સુરક્ષાના પગલે દ્વારકા મંદિરની પણ સુરક્ષામાં વધારો કરીને થ્રી લેયર સુરક્ષા કરી દેવામાં આવી છે. જે અંતર્ગત દ્વારકામાં ગોમતીઘાટ, સુદામાસેતુ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન કે જ્યાં મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થાય છે ત્યાં હવે પોલીસ વધુ સતર્કતાથી અવર જવર કરતાં લોકો ઉપર નજર રાખશે.
દ્વારકામાં ત્રણ તરફ સમુદ્ર હોવાને કારણે આ શહેર સુરક્ષાની દ્રસ્ટીએ અત્યંત અગત્યનું બની જાય છે. એક તરફ દ્વારકામાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે તો બીજી તરફ અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ પોલીસને સતર્ક રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. ભાજપ પ્રવકતા નુપુર શર્મા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના કારણે દેશભરમાં તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે, અને ઘણા સ્થળોએ પોલીસ સાથે દેખાવકારોના ઘર્ષણના પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે, આવી સ્થિતિમાં આંતરી અને બાહ્ય બંને તરફથી સુરક્ષાની જવાબદારી પોલીસ ઉપર આવી ગઈ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











