Saturday, May 23, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદઃ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ACBની ટ્રેપ, બે પોલીસ કર્મી ઝડપાયા

અમદાવાદઃ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ACBની ટ્રેપ, બે પોલીસ કર્મી ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં પોલીસની (Ahmedabad Police) ખાખીને લાંછન લગાડતો બનાવ સામે આવ્યો છે. જેમાં અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના (Vastrapur Police Station) બે પોલીસ કર્મીએ ફરિયાદીને લોકઅપમાં નહીં રાખવા માટે લાંચ માગી હતી. આ મામલે એક હેડ કોન્સ્ટેબલે અને એક કોન્સ્ટેબલે ફરિયાદી પાસેથી રૂપિયા 50 હજારની લાંચ માગતા ACBની ટ્રેપમાં (ACB Trap) ઝડપાઇ ગયા હતા. બંને પોલીસ કર્મીને ACBએ ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: પાણીના પાઈપના જોડાણ માટે AMCના વર્ગ 4ના કર્મચારીએ માગ્યા રૂ.25 હજાર, ACB ટ્રેપમાં ઝડપાયો

- Advertisement -

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં રહેતા એક વ્યક્તિએ પૈસાની લેવડ-દેવડ અંગેની અરજી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં કરી હતી. આ અરજીની તપાસ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ ઝાલા પાસે હતી. જ્યારે કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ ડાભી હેડ કોન્સ્ટબલના રાઈટર હતા. હેડ કોન્સટેબલ હરદેવસિંહ અને કોન્સટેબલ રવિન્દ્રસિંહે ફરિયાદી વિરૂદ્ધની અરજીની તપાસ કરતાં ફરિયાદી સામે CRPC કલમ-151 મુજબની કાર્યવાહી શરૂ કરી હતી.

આ દરમિયાન ફરિયાદીને લોકઅપમાં નહીં રાખવા અને બોરબાર કોર્ટમાં રજૂ કરી દેવા માટે હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ રવીન્દ્રસિંહ ડાભીએ ફરિયાદી પાસેથી રૂપિયા 50 હજારની લાંચની માગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માગતો ન હોવાથી સમગ્ર મામલાની જાણ ACBને કરીને ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે ACBના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઈન્સપેક્ટર આર. આઇ. પરમાર દ્વારા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર અરજી રૂમમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને પોલીસ કર્મી પોલીસ સ્ટેશનની અંદર જ લાંચ લેતા ACBના હાથે ઝડપાઈ ગયા હતા. સમગ્ર મામલે ACBએ બંને પોલીસ કર્મીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

TAG: ACB Trap in Ahmedabad, Ahmedabad Latest news

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular