Saturday, June 6, 2026
HomeGujaratRajkotહરિધામ સોખડાના ત્યાગવલ્લભ સ્વામીની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી, ધરપકડનો તખ્તો...

હરિધામ સોખડાના ત્યાગવલ્લભ સ્વામીની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી, ધરપકડનો તખ્તો તૈયાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: આત્મીય વિદ્યા સંકુલના સંચાલક અને હરિધામ સોખડાના (Haridham Sokhada) ત્યાગવલ્લભ સ્વામીએ (Tyagvallabh Swami) 33 કરોડની છેંતરપિંડી (Land Scam) મામલે ધરપકડથી બચવા રાજકોટ સેશન્સ કોર્ટમા (Rajkot Court) કરેલી અગોતરા જામીન અરજી કોર્ટે આજે સુનાવણી કરતા ફગાવી દીધી છે. સાથે સાથે ત્યાગવલ્ભ સ્વામીના સાગરિત સમીર વૈદ્યની પણ અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે, જેને લઈ ત્યાગવલ્લભ સ્વામીની મુશ્કેલીઓ વધી છે. તેમજ બીજી તરફ રાજકોટ તાલુકા પોલીસે પણ ત્યાગવલ્લભ સ્વામી માટે ધરપકડ માટે તખ્તો તૈયાર કર્યો છે.

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર આત્મીય યુનિવર્સીટી સર્વોદય કેળવણી મંડળ નામના ટ્રસ્ટ દ્વારા સંચાલીત છે. આ ટ્રસ્ટ સાધુ હરિપ્રસાદ દાસે શિક્ષણીક હેતુ માટે લીધું હતું. તેમણે સોખડા ગામે સ્થિત હોવાના કારણે આ ટ્રસ્ટની જવાબદારી ત્યાગ વલ્લભદાસને સોંપી હતી. ત્યાગ વલ્લભદાસ રેકર્ડ પર સેક્રેટરી હોવાથી ટ્રસ્ટ તથા આત્મીય યુનિવર્સીટી સહિતની શૈક્ષણીક સંસ્થાઓના તમામ આર્થીક અને વહીવટી વ્યવહારની જબાદારી તેમણે કરતાં આવ્યા છે.

- Advertisement -

વર્ષ 2021માં હરીપ્રસાદ સ્વામીનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ હરીધામ સોખડા અને તેના તાબા હેઠળ આવતા તમામ ટ્રસ્ટો સબંધે સાધુ ત્યાગવલ્લભ સ્વામીએ અનેક ગેરરીતી આચરી છે. જે અંગે ટ્રસ્ટોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન સર્વોદય કેળવળી સમાજના ઓડીટ રીપોર્ટ, બેંક સ્ટેટમેન્ટસ અને સંબંધીત કાગળો આધારે સામે આવ્યું કે, સેક્રેટરી ત્યાગવલ્લભ, ટ્રસ્ટી ધર્મેશ જીવાણી, ધર્મેશ જીવાણીના પત્ની વૈશાખી અને નીલેશ મકવાણાએ ટ્રસ્ટમાં રૂપિયા 33 કરોડની ઉચાપત કરી છે.

ટ્રસ્ટના સેક્રેટરી અને તેના મળતીયાઓએ વર્ષ 2004માં આત્મીય ટેક ઉત્કર્ષ નામનું નકલી બેંક ખાતું ખોલાવીને કટકે-કટકે ત્રણ કરોડ છત્રીસ લાખ જમા કરાવ્યા હતા. આ ખાતામાંથી ડમી એગ્રીમેન્ટના આધારે પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં જમા કરી દીધા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular