Tuesday, June 30, 2026
HomeGujaratમોડાસા: શેષ કૌભાંડ સહકારી નાયબ નિયામક દ્વારા નોટિસ પાઠવી ખુલાસો આપવા તાકીદ

મોડાસા: શેષ કૌભાંડ સહકારી નાયબ નિયામક દ્વારા નોટિસ પાઠવી ખુલાસો આપવા તાકીદ

- Advertisement -

અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતોની જીવાદોરી અને સૌથી મોટા મોડાસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કરોડોનું શેષ કૌભાંડ સામે આવ્યા બાદ સતત આ કૌભાંડીઓને બહાર પાડવાના બદલે સમગ્ર શેષ કૌભાંડ દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મોડાસા APMC માં કૌભાંડ સામે આવ્યા બાદ નાયબ નિયામક અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી અરવલ્લી દ્વારા મોડાસા માર્કેટ યાર્ડના સેક્રેટરી અને ચેરમેનને નોટિસ પાઠવવામાં આવી હતી અને માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં સમગ્ર કૌભાંડ અંગે ખુલાસો આપવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ મોડાસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કૌભાંડ અને કૌભાંડીઓને દબાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું લાગી રહ્યું છે.




પ્રાપ્ત માહીતી અનુસાર,નાયબ નિયામક અને જિલ્લા રજિસ્ટ્રાર ની નોટિસ બાદ APMC મોડાસા દ્વારા નોટિસનો લેખિતમાં જવાબ આપવામાં આવ્યો છે જેમાં APMC દ્વારા કંઇપણ જાતની તપાસ વિના અન્ય કૌભાંડીઓને બચાવવા માટે એક જ વેપારીને દોષિત બતાવી સમગ્ર મામલો દબાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે તેવું સામે આવી રહ્યું છે જેને લઈ જિલ્લાના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ખેડૂત એકતા મંચ દ્વારા બહાર પાડવામાં આવેલા શેષ કૌભાંડને દબાવી ખેડૂતોના હામી હોવાનો નીષ્ફળ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કૌભાંડીઓ સામે પગલાં લેવાના બદલે તેમને બચાવતા હોય તે પ્રમાણે નાયબ નિયામક અને જિલ્લા રજિસ્ટ્રારને જવાબ આપવામાં આવ્યો છે મહત્વનું છે કે કૌભાંડ સામે આવતાની સાથે જ મોડાસા APMC દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તાત્કાલિક 40 જેટલા વેપારી અને 4 વેપારી પક્ષના ડાયરેકટર સામે તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેમાં પણ જેની મિલીભગતથી સમગ્ર કૌભાંડ થયાના આક્ષેપો છે તેવા સેક્રેટરીને જ તપાસ સોંપવામાં આવી હતી. જેથી પહેલા દિવસથી જ સમગ્ર કૌભાંડ દબાવવાના પ્રયાસો થયા હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું હતું અને હવે થયું પણ એવુ જ છે. તપાસ કરી રહેલા સેક્રેટરી દ્વારા માત્ર એક જ વેપારીને દોષિત સાબિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે જેથી બીજા કૌભાંડીઓને બચાવી શકાય.

રાજ્યભરમાં મોડાસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના શેષ કૌભાંડના પડઘા પડ્યા હોવા છતાં તપાસ દબાવી દોષિતોને બચાવવાના પ્રયત્નો કરી તેમને ફરી કૌભાંડ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. જિલ્લા ખેડૂતોને ન્યાયની આશા છે જ્યારે સત્તાધીશો મૃક પ્રેક્ષક બની સમગ્ર તમાશો જોઈ રહ્યા છે. જોકે સમગ્ર કૌભાંડની તપાસ જેને આપવામાં આવી છે તેવા સેક્રેટરી પર જ મિલીભગતનો આક્ષેપ થયો છે. જો સાચા અર્થમાં ખેડૂતોને ન્યાય આપવો જ છે તો કેમ યોગ્ય કાર્યવાહી કરવાને બદલે કૌભાંડ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે તે સવાલ પણ ખેડૂતોના મનમાં થઈ રહ્યો છે.


- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular