નવજીવન ન્યૂઝ.મોડાસાઃ અરવલ્લી જિલ્લાની મોડાસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે વિવાદોનું બીજું નામ, આ સંસ્થા ખેડૂતોની છે પરંતુ અહિયા ખેડૂતો જ લૂંટાઈ રહ્યા છે. પહેલા કરોડોમાં શેષ કૌભાંડ આચરવામાં આવ્યું અને હવે ખેડૂતો સાથે વજન કાંટામાં ગોલમાલ કરી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લાના એક જાગૃત ખેડૂત મોડાસા APMCમાં પોતાનો માલ લઈને ગયા હતા. જ્યાં ખેડૂત દ્વારા એક વેપારીના ત્યાં વજન કાંટામાં વજન કરાવ્યું હતું. જેમાં વજન ઓછું થયું હોવાનું સામે આવતા ખેડૂત ચોંકી ઉઠ્યો હતો. ખેડૂતને શંકા જતા અન્ય વેપારીને ત્યાં ફરી વજન કરવામાં માટે પહોંચ્યો હતો. જ્યાં ખેડૂત દ્વારા વજન કરવામાં આવતા મોટો તફાવત સામે આવ્યો હતો. પહેલા વેપારીના ત્યાં કરાવેલા વજનમાં 2560 કિલો નેટ વજન આવ્યું હતું, જ્યારે અન્ય એક વેપારીને ત્યાં વજન કરાવતા 3400 કિલો વજન આવ્યું હતું. બંને કાંટા પર કરવામાં આવેલા વજનમાં 840 કિલોનો મોટો તફાવત સામે આવ્યો હતો. જેને લઇ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. વેપારીઓ દ્વારા ખુલ્લેઆમ ખેડૂતોની લૂંટ ચલાવવામાં આવી રહી હોવા છતાં કૌભાંડીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી રહી.
જેને લઇ ખેડૂત એકતા મંચના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોડાસા APMCમાં ખેડૂતો સાથે ઉઘાડી લૂંટ થઈ રહી છે. તેના જવાબદાર માત્રને માત્ર સત્તાધીશો છે. તેમની રહેમ નજર હેઠળ વેપારીઓ ખેડૂતોને લૂંટી રહ્યા છે તે ફરી એકવાર સાબિત થયું છે. એક ખેડૂત પાસેથી 800 કિલો કરતા વજન મારી લેવામાં આવે છે જે અંદાજ પ્રમાણે રોજનું લાખ્ખો રૂપિયાની ઉઘાડી લૂંટ મોડાસા માર્કેટ યાર્ડમાં કરવામાં આવિ રહી છે. આવા વેપારીઓનું તાત્કાલિક લાઇસન્સ રદ કરી તેમનું લાઇસન્સ બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી ખેડૂત એકતા મંચ માંગ કરે છે. સાથે જ જે વજન ઘટ આવી છે તેની ભરપાઈ વેપારી પાસેથી કરી તે નાણાં તાત્કાલિક ખેડૂતને ચૂકવવામાં આવે અને મોડાસા APMCમાં આવેલા તમામ કાંટાઓની તપાસ કરવામાં આવે. સાથે જ માર્કેટ યાર્ડ મોડાસા દ્વારા પોતાનો એક વજન કાંટો શરૂ કરવામાં આવે જેથી ખેડૂતોને લૂંટાતા બચાવી શકાય.

તોલમાપ કચેરીને તાળા, કચેરી બહાર દારૂની બોટલો મળી આવતા અસામાજીક તત્વોનો અડ્ડો કે શું….!!!
મોડાસા તોલમાપ ઓફિસની તપાસ કરવામાં આવી ત્યારે તોલમાપ ઓફિસની બહાર ચાલુ દિવસે તાળાં મારેલા હતા અને અધિકારીઓ ગાયબ હતા. ચાલુ દિવસે ઓફિસે તારા જોઈ ખેડૂતો ચોકી ઉઠયા હતા. ત્યારે હવે સવાલ એ થાય છે કે એક તરફ ખેડૂતો પાસે વજનમાં લૂંટ કરવામાં આવે છે અને તેને લઈ મોડાસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કોઈ કાર્યવાહી પણ નથી કરવામાં આવી રહી. જ્યારે બીજી બાજુ ન્યાયની આશા જેના પર છે તે તોલમાપ ઓફિસ બંધ હતી અને તોલમાપ અધિકારી દ્વારા ઉડાઉ જવાબ આપી વાત નકારી દીધી હતી. જેને લઇ અંતે અરવલ્લી જિલ્લા કલેકટરને સમગ્ર બાબતની જાણ કરતા કલેકટર દ્વારા ન્યાયની આશા આપવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે સાચા અર્થમાં તપાસ થાય છે કે પછી અરવલ્લી ખેડૂતો લૂંટાતા જ રહે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












