Friday, May 1, 2026
HomeGeneralખાર્કિવમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ, 'વાહન ન મળે તો પગપાળા નીકળો'...

ખાર્કિવમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મૃત્યુ, ‘વાહન ન મળે તો પગપાળા નીકળો’ ભારતીય એમ્બેસીએ આપી સલાહ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં યુક્રેન ભણવા ગયેલા ઘણા બધા વિદ્યાર્થીઓએ ફસાઈ ગયા છે. યુક્રેન સ્થિત ભારતીય એમ્બેસી અને ભારત સરકાર આ વિદ્યાર્થીઓને સહિસલામત ભારત પાછા લાવવા માટે સતત કાર્ય કરી રહી છે. તેમ છતાં ગઈકાલે યુક્રેનના ખાર્કિવમાં એક કર્ણાટકના વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે આજે વધુ એક માઠા સમાચાર મળી રહ્યા છે કે ખાર્કિવમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું રશિયાના અટેકના લીધે મૃત્યુ થયું છે.



મળતી માહિતી અનુસાર મૃતક વિદ્યાર્થીની ઓળખ ચંદન જિંદાલ (22) તરીકે કરવામાં આવી છે અને તે વિનિત્સિયા નેશનલ પાયરોગોવ, મેમોરિયલ મેડિકલ યુનિવર્સિટી, વિનિત્સિયા યુક્રેનમાં અભ્યાસ કરતો હતો. 22 વર્ષીય વિદ્યાર્થીને ઇસ્કેમિક સ્ટ્રોકનો ભોગ બન્યા બાદ ઇમરજન્સી હોસ્પિટલ વિનિટ્સિયા (કિવસ્કા સ્ટ્રીટ 68)માં દાખલ કરવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

દરમિયાન તેના પિતાએ ભારત સરકારને પત્ર લખીને તેના મૃતદેહને પરત લાવવાની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. આ પહેલા મંગળવારે હાવેરી જિલ્લાના ચલાગેરીના વતની નવીન શેકરપ્પા જ્ઞાનગૌદાર યુક્રેનના ખાર્કિવમાં ગોળીબારમાં માર્યા ગયા હતા.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે આજે યુક્રેન સ્થિત ભારતીય એમ્બેસી દ્વારા ખાર્કિવમાં રહજેતા તમામ ભારતીયોને તાત્કાલિક ખાર્કિવ છોડીને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું સૂચન આપવામાં આવ્યું છે. જેની માહિતી એમ્બેસીએ ટ્વિટ કરીને આપી હતી. તેમણે ટ્વિટ કર્યું હતું કે, “ખાર્કિવમાં તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક સલાહ. પોતાની સલામતી અને સુરક્ષાએ ખાર્કિવને ઇમિડિએટલી છોડીને જવું જ જોઇએ. પેસોચિન, બાબાયે અને બેઝ્લિઉડોવાકા તરફ શક્ય તેટલું જલદી નીકળી જાઓ અને 6 વાગ્યા સુધી ત્યાં પહોંચી જાઓ. વાહન ન મળે તો ચાલતા પણ નિકળી જવાની સલાહ અપાઈ છે.”




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular