નવજીવન.અરવલ્લીઃ મોડાસામાં જમીનમાં મોટા કૌભાંડ આચરનારા 9 શખ્સોને સરકાર સામે ચાલાકી કરવી ભારે પડી છે. આ શખ્સોએ મીલીભગતથી મરણ પામ્યા હોવાના દસ્તાવેજોથી જમીન કૌભાંડ આચર્યાનું કલેક્ટરના સામે આવતા કલેક્ટરે આકરા પગલા લીધા છે. ખોટા દસ્તાવેજો બનાવનારાઓની પોલ ખુલી જતા તમામની હાલત હવે વાઘના પંજામાં ભરાઈ ગયેલા શિકાર જેવી થઈ ગઈ છે.
મોડાસામાં ગુલામહુસેન ભાઈ કાંકરોલીયા જીવતા હોવા છતાં તેમને મરેલા બતાવી ખોટું પેઢીનામું બનાવીને વારસાઈ કરવી લેતા ના આક્ષેપોથી હડકંપ મચ્યો સદર બાબતે અરવલ્લી જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. એટલું જ નહીં આ લોકોને મરેલા બતાવી વારસાઈમાં નામો ચઢાવી દઈને અન્ય જગ્યાએ ખેડૂતોના નામે જમીનો મેળવીને ખેડૂતો બની ગયાના આક્ષેપો થઈ રહ્યા હતા. આ તમામ રજૂઆતો જિલ્લા કલેકટરને થતા જમીન વેચાણની તમામનોંધો રિવાઇઝ કરી સુઓમોટો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી તારીખ 1/4/2021 ના રોજ અરજદાર ગુલામહુસેન ગુફરભાઈ કાંકરોલીયા રહેવાસી મોડાસા આશિયાના સોસાયટી (2) ગુલામનબી અબ્દુલભાઇ પહોંચીયા તારીખ 3/4/2021ની અરજી (3) સીરાજભાઈ દહુદભાઈ શેખ તારીખ 3/4/2021એ સરૂરપુર તાલુકો મોડાસાની વારસાઈનોંધ 393 તારીખ 20/5/2000 અને મોજે બોરડી તાલુકો મોડાસાની વેચાણનોંધ 1163 તારીખ 20/9/2005એ મોડાસા તાલુકો મોડાસાની વેચાણનોંધ 19197 તારીખ 20/9/2005 અને મોડાસાની વેચાણનોંધ 20120 તારીખ 4/7/2009 અરજદાર ગુલામહુસેન ગુફરભાઈ કાંકરોલીયાની રજૂઆત અન્નવે સરૂરપુર તાલુકો મોડાસા સર્વે નંબર 8 નવીન સર્વે નંબર 116 તેઓ પોતે હયાત હોવા છતાં મરણ બતાવી 9 લોકોએ વારસાઈનોંધ 393 તારીખ 20/5/2020ના રોજ હક્કપત્રક દાખલ થયા છે.
ગુલામહુસેન ભાઈ હાલમાં હયાત હોવા છતાં મરણનો દાખલો રજૂ કર્યા વગર જ નવ વ્યક્તિઓ વારસાઈ હક્કમાં દાખલ થઈ ગયા હતા. પટેલ ઇકબાલ હુસેન ગુલાબનબી- પટેલ ઉસ્માનગની ગુલાબનબી- પટેલ અબ્દુલકરીમ ગુલાબનબી-પટેલ મહંમદ હનીફ ગુલાબનબી- પટેલ અબ્દુલરહીમ ગુલાબનબી- પટેલ જુબેદાબેન ગુલાબનબી-પટેલ ફાતમાબેન ગુલાબનબી -પટેલ રૂકસાણાબેન ગુલાબનબી જેઓ પ્રાથમિક દષ્ટિ એ ખોટી રીતે વારસાઈમાં દાખલ થયાનો કેસ અરવલ્લી જિલ્લા કલેકટરને રજૂઆતો થતા સુઓમોટો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહ્યું આ કૌભાંડમાં કેટલાય કર્મચારીઓ અને અધિકારીઓની સામેલગિરી તે અંગે પણ તપાસવામાં આવે અને ન્યાયી તપાસ થાય તો આવા ભળતા નામે ખોટા દસ્તાવેજ બનાવનારા ઓની પોલ બહાર આવી શકે તેમ સ્પષ્ટ જણાઈ આવે છે. અરવલ્લી જિલ્લા બહુમાળી બિલ્ડીંગમાં દલાલો અને એજન્ટોનો રાફડો ફાટ્યો છે અને કેટલાય અધિકારીઓનો ભોગ લેવાય તો નવાઈ પણ નહીં હોય પણ હાલ જીવતાને મરેલા બતાવી ખોટી વારસાઈ કરવીને ખેડૂતો બની ગયેલાની ઉચ્ચસ્તરીય તપાસ કરવા તેવીમાંગ ઉભી થઇ છે અને આ ચકચારી કેસ અરવલ્લી જિલ્લા કલેકટર કચેરીમાં હોવાથી સમગ્ર કેસ રફેદફે કરવાના ધમપછાડા કરી નાણાંની રેલમછેલ કરી રહ્યા હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે જ જિલ્લા કલેકટરે 9 વ્યક્તિઓને બોગસ ખેડૂત હોવાનો પુરાવાના આધારે હુકમ કરતા સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બની ગયો હતો.
કલેકટરે કરેલો હુકમ…
વખતો વખત ચાલેલી સુનાવણી, પુરાવા અને દલીલોને ધ્યાનમાં લઈ અરવલ્લી જિલ્લા કલેકટર ડો. નરેન્દ્ર મીનાએ હુકમ કર્યો હતો કે સૃરૂરપુર ગની સીમમાની જમીન પરની વારસાઈનોંધ રદ્દ કરવામાં આવે છે જ્યારે નજીકના બોરડી ગામની સીમમાં ખરીદેલી જમીનનો વેચાણનોંધ નંબર 1163 તેમજ મોડાસાની જમીનની વેચાણનોંધ નંબર 19197 રદ્દ કરવાનો હુકમ સોમવારે કર્યો હતો.
9 વ્યક્તિઓ મૂળ ખેડૂત ખાતેદાર જ ન હોવાનું પણ જણાઈ આવતા આ લોકો બિન ખેડૂત જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે આ તમામ 9 વ્યક્તિ ઓ વિરુદ્ધ ગણોતધારાની કલમ 63 હેઠળ કાર્યવાહી કરવા મામલતદાર અને કૃષિપંચ મોડાસાને પણ કલેક્ટરે સૂચના આપી હતો
બિનખેડૂત જાહેર થયેલા વ્યક્તિઓ…
(1) પટેલ ઇકબાલ હુસેન ગુલામનબી (2) પટેલ ઉસમાનગની ગુલામનબી (3) પટેલ અબ્દુલ કરિમ ગુલામનબી (4) પટેલ મહમદ હનીફ ગુલામનબી (5) પટેલ અબ્દુલ રહીમ ગુલામનબી (6) પટેલ જુબેદા ગુલામનબી (7) પટેલ ફાતમા ગુલામનબી (8) પટેલ રૂકસાના ગુલામનબી (તમામ રહે. જમાલ વાવ) તેમજ (9) પટેલ મુમતાજ ગુલામનબી (સમ્મે હિદાયત સોસાયટી, મોડાસા)
![]() |
![]() |
![]() |











